ભુજના રાવલવાડી પોસ્ટ કૌભાંડના મહિલા એજન્ટના આગોતરા જામીન ફગાવાયા

ભુજના રાવલવાડી પોસ્ટ કૌભાંડના મહિલા એજન્ટના આગોતરા જામીન ફગાવાયા

ભુજ,શુક્રવાર

ગુજરાતભરમાં ચકચાર મચાવનારા ભુજના રાવલવાડી પોસ્ટ કૌભાંડમાં ૩૪.૫૮ લાખની ઉચાપતની પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આ કિસ્સામાં જેમની સામે ફરિયાદ થવા પામી છે તેવા આરોપીઓ પૈકીના એજન્ટ પ્રજ્ઞાબેન સચિન ઠક્કરના આગોતરા જામીન ફગાવાયા છે.

આ કૌભાંડ અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ માથકે ફરિયાદ નોંધાવા પામી હતી કે, આરોપીઓ પૈકીના એજન્ટ પ્રજ્ઞાબેન સચિનભાઈ ઠકકર તેમજ તેના પતિ સચિનભાઈ શંકરલાલ ઠકકર ઉપરાંત સબ પોસ્ટ માસ્તર બીપીનચંદ્ર રૃપજી રાઠોડ અને બટુક જીતેન્દ્રરાય વૈષ્ણવ સાથે મળીને આ કૌભાંડને અંજામ આપ્યો હતો. 

આ ચારેય આરોપીઓ સામે ભુજ એ ડીવીઝન પોલીસ માથકે ફરિયાદ નોંધાવા પામી હતી કે, સબ પોસ્ટ માસ્તરો ભુજ રાવલવાડી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા ત્યારે મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન તેમજ તેના પતિ સચિન ઠકકર સહિતનાઓએ મિલીભગત રાવલવાડી પોસ્ટના બંધ થયેલ રીકરીંગ ખાતા જુની ખાતામાં ચાલુ કરી પોસ્ટમાં ખાતુ ઓપન કર્યા અંગેના ખોટા ફોર્મ તાથા ખોટા કલોઝર ફોર્મ ભરી તેમાં બોગસ સહીઓ કરી ખોટા સ્ટેમ્પ બનાવી ખાતા ખોલીને કૌભાંડ આચર્યુ હતુ. 

આ બનાવમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ પ્રજ્ઞાબેનેએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને દસમા અિધક સેશન્સ જજ મંદાણીએ ફગાવી દીધી હતી. આ કેસમાં સરકાર તરફે એચ.બી.જાડેજા હાજર રહ્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pvuM3C

0 Response to "ભુજના રાવલવાડી પોસ્ટ કૌભાંડના મહિલા એજન્ટના આગોતરા જામીન ફગાવાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel