કચ્છમાં ૩૯૪ મથકો સંવેદનશીલ તથા ૧૯ મથકો અતિ સંવેદનશીલ

કચ્છમાં ૩૯૪ મથકો સંવેદનશીલ તથા ૧૯ મથકો અતિ સંવેદનશીલ

ભુજ, શુક્રવાર 

કચ્છમાં સૃથાનિક સ્વરાજ્યની ચુંટણીઓની વહીવટીતંત્ર દ્વારા તૈયારી શરૃ થઈ ગઈ છે ત્યારે નિયત કરાયેલા ૧૮૯૫ મતદાન માથકો પૈકી કુલ ૪૧૩ મતદાન માથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં ૩૯૪ માથકો સંવેદનશીલ તાથા ૧૯ માથકો અતિ સંવેદનશીલ છે.

મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો માટે ચુંટણી થનારી હોવાથી ૧૪૩૪ મતદાન માથકો નિયત કરાયા છે. જેમાં ૨૯૯ માથકો સંવેદનશીલ જ્યારે ૧૯ માથકો અતિસંવેદનશીલ જાહેર કરાયા છે.  ૪૦ બેઠકો માટે ૮૨૫૨ પોલીંગ સ્ટાફ કામે લાગશે. તો બીજીતરફ ભુજ તાલુકા પંચાયતમાં ૨૭૮ મતદાન માથકો પૈકી ૬૧ સંવેદશીલ તાથા ૧ અતિ સંવેદનશીલ છે. જ્યારે અંજાર તાલુકા પંચાયતમાં ૧૪૧ પૈકી ૨૨ સંવેદનશીલ તાથા ૫ અતિ સંવેદનશીલ, ગાંધીધામ તાલુકા પંચાયતમાં ૫૨ કુલ મતદાન માથકોમાંથી ૧૪ સંવેદન શીલ તાથા ૧૩ અતિ સંવેદનશીલ છે. ભચાઉ તાલુકા પંચાયતમાં ૧૪૭ માંથી ૩૭ સંવેદનશીલ, રાપર તાલુકા પંચાયતના ૧૮૮ પૈકી ૫૭ સંવદેનશીલ, માંડવી તાલુકા પંચાયતમાં ૧૩૬ પૈકી ૩૧ સંવેદનશીલ, મુંદરા તાલુકા પંચાયતના ૯૦ મતદાન માથકોમાંથી ૨૫ સંવેદનશીલ, નખત્રાણા તાલુકા પંચાયતમાંથી ૧૬૬માંથી ૨૨ સંવેદનશીલ, અબડાસા તાલુકા પંચાયતમાં ૧૫૯માંથી ૨૬ સંવેદનશીલ, લખપત તાલુકા પંચાયતમાં ૭૭માંથી ૪ સંવેદનશીલ માથકો નોંધાયા છે. ભુજ ,અંજાર અને ગાંધીધામ સિવાય એકપણ તાલુકામાં અતિસંવેદનશીલ માથકો નાથી. જ્યારે ૫ નગરપાલિકામાં કુલ ૯૫ મતદાન માથકો સંવેદનશીલ નોંધાયા છે. તંત્ર દ્વારા સંવેદનશીલ માથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સૃથળનું સંપુર્ણ વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pxGo6h

0 Response to "કચ્છમાં ૩૯૪ મથકો સંવેદનશીલ તથા ૧૯ મથકો અતિ સંવેદનશીલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel