ગાંધીધામમાં કેરમ રમવાની બાબતે યુવાનને છરીના ઘા ઝીંકી રહેંસી નખાયો

ગાંધીધામમાં કેરમ રમવાની બાબતે યુવાનને છરીના ઘા ઝીંકી રહેંસી નખાયો

ગાંધીધામ, શનિવાર

કચ્છમાં ચૂંટણીના માહોલ વચ્ચે કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતિ અંકુશ બહાર જઈ રહી છે તેવામાં ગાંધીધામના વાવાઝોડા ઝુંપડા વિસ્તારમાં યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી આ લોહિયાળ બનાવમાં અન્ય ત્રણ યુવાનોને છરીના ઘા લાગતા સારવાર માટે ખસેડાયા હતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ માથકે ફરિયાદી પૂનમચંદ ઉર્ફે પપ્પુભાઈ સામજીભાઈ બગડાએ આરોપી પ્રવીણ પૂજાભાઈ દનીચા વિરૃદ્ધ ૩૦ર સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ ફરિયાદીના ભાઈ નરેશ સામજી બગડાની કરપીણ હત્યા નિપજાવી હતી. 

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં વાવાઝોડા ઝુંપડા વિસ્તારમાં છાપરા નં.પની બહાર ફરિયાદીના ભાઈ સહિતના યુવાનો કેરમ રમતા હતા. ફરિયાદીના ભાઈ નરેશ બગડા, નિલેશ ખીમજી સુંઢા, કાનજી ભીખા બુચિયા અને હરેશ સોની નામના યુવાનો છાપરા બહાર ખુલામાં કેરમ રમતા હતા તે દરમિયાન આરોપી પ્રવીણ પૂંજાભાઈ દનીચા (રહે. પ્લોટ નં.ર૦૪, સેક્ટર-૭, ગાંધીધામ)વાળો અહીં આવ્યો હતો અને કેરમ રમતના યુવાનોને કેરમ રમવાનું બંધ કરવાનું કહીં ગાળો આપી હતી અને બોલાચાલી કરી નાશી ગયો હતો. થોડીવારમાં છરી લઈ આવીને ફરિયાદીના ભાઈ નરેશને પેટના ડાબા પડખામાં તેમજ છાતીની ઉપર જમણી બાજુએ અને કાન ઉપર છરી વળે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. છરી વળે ઓચિંતાના થયેલા હુમલાને કારણે સાહેદો નિલેશ સુંઢા, કાનજી બુચિયા અને હરેશ સોનીએ વચ્ચે પડી હતભાગીને બચાવવા પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન આરોપીએ તેમને પણ છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. બનાવમાં નિલેશને માથામાં તેમજ હાથમાં અને કાનજીને જમણા હાથમાં આરોપી પ્રવીણે છરીના ઘા ઝીંકતા ઈજાઓ પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qDMrHO

0 Response to "ગાંધીધામમાં કેરમ રમવાની બાબતે યુવાનને છરીના ઘા ઝીંકી રહેંસી નખાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel