ચૂંટણીને ગણતરીના દિવસો છતાં કચ્છમાં નિરસ માહોલ

ચૂંટણીને ગણતરીના દિવસો છતાં કચ્છમાં નિરસ માહોલ

ભુજ, શનિવાર

એકતરફ કોરોનાએ લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે તો બીજીતરફ સરકારી તંત્રો દ્વારા દિવસ ઉગેને નવા ફરમાન થાય છે. કોઈપણ નિયમ હોય માત્ર પ્રજા માટે બન્યો હોય એવું અગાઉાથી બનતું આવ્યું છે. જે વર્તમાનમાં પણ બની રહ્યું છે. સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોમાં ધમાધમાટ દેખાઈ રહ્યો છે. પરંતુ લોકો તો મોંઘવારીના મારાથી પીસાઈ રહ્યા છે. જેાથી ચૂંટણીના ઉત્સાહમાં તો જાણે હું-તું અને રતનીયો હોય એવો પ્રચાર શરૃ કરી દીધો છે. તો જિલ્લામાથક ભુજના ઘણા મતવિસ્તારોમાંથી ચૂંટણી બહિષ્કારના સુર પણ સંભળાઈ રહ્યા છે. ચૂંટણીમાં નહિ લોકોને જીવન આવશ્યક વસ્તુઓના આૃધાધ ભાવ વાધારા તાથા ૫યાની સવલતો આપવામાં ઉણા ઉતરેલા ચૂંટાયેલા પ્રતિનિિધઓ સામે રોષ પ્રગટતો હોઈ પ્રજાજનોને ચૂંટણીમાં કોઈ રસ ન હોય એવી સિૃથતી સર્જાઈ છે. 

ચૂંટણીના ઢોલ નગારા વાગી રહ્યા છે છતાં અમુક મતદારો તો ફરીથી કઈ ચૂંટણી આવી ગઈ એવો સવાલ પણ પુછી રહ્યા છે. લોકો હવે રોજ-રોજ થતો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો, ધંધા-રોજગારની ગાડી પાટે ચડાવવી, જીવનઆવશ્યક ચીજવસ્તુઓના વાધતા ભાવને કાબુમાં લેવા જેવા મુદ્દાઓ મહત્વ છે. ત્યારે ચૂંટણીલક્ષી ઠંડો માહોલ હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. જો આવી જ સિૃથતી રહી તો મતદાન ખુબ ઓછું રહે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. 

કચ્છમાં કોરોનાના ડરાથી લોકો અને ત્યાં સુાધી એકવર્ગ હજુ પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બીજીતરફ ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ચુક્યો છે. ટિકિટ મેળવનારા ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારનું કામ પણ શરૃ થઈ ગયું છે. પરંતુ સામાન્ય નાગરીકોને આમાં કોઈ રસ ન હોય એવી સિૃથતી ભુજ સહિત સમગ્ર કચ્છમાં સર્જાઈ છે. સામાન્ય લોકોના ધંધા - રોજગાર ૫૦ ટકા પણ થાળે પડયા નાથી તેની સામે પેટ્રોલ-ડિઝલમાં સતત થઈ રહેલો વાધારો અને ખાદ્ય સામાગ્રીની વસ્તુઓમાં પણ પ્રતિદિન થતો ભાવ વાધારો મોંઘવારી સામે ગરીબ અને મધ્યમવર્ગ રીતસરનો ઝઝુમી રહ્યો છે. તેની વચ્ચે રાજકીય પક્ષો દ્વારા રંગેચંગે ચૂંટણીની તૈયારી કરાતી હોય તેવો માહોલ છે. પરંતુ તેની કોઈ અસર મતદારો ઉપર થઈ રહી નાથી. 

વધુ વિગતો મુજબ લોકોના મુળ મુદ્દાઓ ઉઠાવવાના બદલે રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યા છે. જેાથી મતદાતાઓમાં નિરાશા પ્રસરી છે. જેના કારણે ચૂંટણીલક્ષી પ્રક્રિયાથી દુર હોય તેવી સિૃથતી છે. જો આજ પરિસિૃથતી રહી તો મતદાન ઉપર ભારે અસર થઈ શકે છે. જેમ દિવસો નજીક આવશે પ્રચારનો ધમાધમાટ વધુ તેજ થાય તેમાં પણ જો મતદાર નિષ્ક્રીય હશે તો રાજકીય પક્ષો માટે પણ લોકોને મતદાન માથક સુાધી ખેંચી લાવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે અને આની મોટી અસર ચૂંટણીના પરિણામ ઉપર પડી શકે છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NgqMHf

0 Response to "ચૂંટણીને ગણતરીના દિવસો છતાં કચ્છમાં નિરસ માહોલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel