કચ્છમાં રણોત્સવ માણવા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
ભુજ, શનિવાર
કોરોનાની મહામારીના ડરના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળતા કચ્છમાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો થતાં રણોત્સવ, હોટલ તેમજ મોટાભાગના ધંધાર્થીઓને ફટકો પડયો છે.
જિલ્લામાં છેલ્લા કેટલા વર્ષોથી રણોત્સવ યોજાવાના કારણે પર્યટકોની સંખ્યામાં વાધારો થતા વેપાર-ધંધામાં રોનક જોવા મળી હતી. લોકડાઉન સમય દરમ્યાન સંપુર્ણ ઠાપ થઈ ગયા બાદ પ્રવાસન સૃથળો, ધાર્મિક સૃથળોએ પર્યટકોની સંખ્યામાં ધીમે-ધીમે વાધારો જોવા મળ્યો હતો. રણોત્સવ શરૃ થવાને કારણે આજુબાજુના રહેવાસીઓમાં સારા પ્રમાણમાં માણસોને રોજગારી મળે છે. રણોત્સવ પુર્ણતાના આરે છે ત્યારે ગત વર્ષોની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં ધંધાર્થીઓને મોટો ફટકો પડયો છે.
ભીરંડીયારામાં માવા બજાર પણ બાકાત નાથી. સફેદરણમાં જતાં પ્રવાસીઓ ભીરંડીયા ઉભા રહીને મીઠા માવાનો ટેસ્ટ માણે છે. પરંતુ આ વખતે પ્રવાસીઓના અભાવે જાણે માવા બજારમાં સુનકાર વ્યાપી ગયો છે. તમામ પ્રકારના ધંધા રોજગાર હોટલ, ઉદ્યોગ ચાલુ સાલે પ્રવાસીઓની સંખ્યા ઘટી જતાં ઠપ્પ થઈ ગયા છે. આમ ધંધાર્થીઓને મોટો ફટકો પડયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pzWFaB
0 Response to "કચ્છમાં રણોત્સવ માણવા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો"
Post a Comment