મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ બુથ ઊભું કરી શકાશે નહીં
ભુજ, શનિવાર
આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ મતદાન થનાર છે ત્યારે સૃથાનિક સ્વરાજ્ય સંસૃથાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે મતદાનના દિવસે મતદાન બૂાથની આસપાસ નિવારક પગલાં લેવા તાથા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બૂાથોના નિયમન બાબતે આદેશ જારી કરાયા છે. કલેકટરના હુકમ મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં મતદાન માથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂાથ ઉભું કરી શકાશે નહી. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકાથી વાધુ મતદાન માથક ઉભા કરવામાં આવેલા હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન માથકોના જુાથ દીઠ એક જ બૂાથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા દરેક બૂાથ દીઠ ફક્ત એક ટેબલ, બે ખુરશી, અને બે જ વ્યક્તિ રહી શક્શે, અને આ બે વ્યક્તિઓ હવામાન પરિસિૃથતિઓાથી બચવા ફક્ત એક છત્રી આૃથવા તાડપત્રી કે કપડાનો ટુકડો ઉપયોગમાં લઈ શક્શે. પરંતુ તેની ચારે બાજુાથી કંતાન કે કાપડાથી બંધ કરી શક્શે નહી. આવા બૂાથ પર ૧૦X૧૦ ફૂટાથી વાધારે માપના ન હોય તેવા ટેન્ટ ઉભા કરી શકાશે પરંતુ તેનો ખર્ચ ઉમેદવારના ચુંટણી ખર્ચમાં સામેલ કરવાનો રહેશે. આવા બૂાથો ચુંટણી અિધકારી/મદદનીશ ચુંટણી અિધકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહી. ચુંટણી અિધકારી/મદદનીશ ચુંટણી અિધકારી દ્વારા પરવાનગીમાં દર્શાવેલા નામ સિવાયના વ્યક્તિ આવા બૂાથ પર હાજર રહી શકશે નહી. આ ઉપરાંત આવા બૂાથ ઉભા કરવા માટે જે જે સૃથાનીય સત્તામંડળો પાસેાથી પરવાનગી મેળવવી જરૃરી હોય તેની પરવાનગી પહેલેાથી જ મેળવી લેવાની રહેશે. આવા બૂાથની તમામ પરવાનગીઓ બૂાથ ખાતે રાખવાની રહેશે. આવા બૂાથ ફક્ત ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સૂચનાઓને આાધીન તૈયાર કરવામાં આવેલા ઉમેદવારના નામ અને પ્રતિક તેમજ રાજકીય પક્ષના નામ છાપ્યા સિવાયની બિનસત્તાવાર મતદાર કાપલી કાઢી આપવાના એકમાત્ર હેતુાથી જ ઉભા કરી શકાશે. આવા બૂાથ પર ઉમેદવારનું નામ, તેમના પક્ષ અને તેમને ફાળવવામાં આવેલા ચુંટણી પ્રતીક દર્શાવવા માટે માત્ર એક જ બેનર, જેની લંબાઈ અને પહોળાઈ ૩ ફૂટ X ૪.૫ ફૂટ કરતાં વાધુ લંબાઈ અને પહોળાઈ ન હોય, દર્શાવી શકાશે. આવા બૂાથ પર કોઈપણ સંજોગોમાં ભીડ જમા થઈ શક્શે નહી. જે વ્યક્તિઓ મતદાન કરી ચૂક્યા હોય તેવા વ્યક્તિઓ આવા બૂાથ પર જઈ શક્શે નહી. આવા બૂાથ પર રહેલ વ્યક્તિઓ કોઈ પણ સંજોગોમાં મતદારોને અન્ય ઉમેદવારના બૂાથ તરફ જતાં કે મતદાન માથક તરફ જવાના રસ્તામાં કોઈપણ પ્રકારે મતદારોને તેમની ઈચ્છા મૂજબ પોતાનો મતાિધકાર ભોગવવાથી અવરોધી શક્શે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલિસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ આૃથવા રૃ. ૨૦૦/-નો દંડ આૃથવા બન્ને સજા થઈ શક્શે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nplb1g
0 Response to "મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ બુથ ઊભું કરી શકાશે નહીં"
Post a Comment