વિદેશ તેમજ અન્ય રાજ્યોમાં નવા કોરોના સ્ટ્રેઈનના પગલે આરોગ્ય તંત્ર સાબદંુ બન્યું

વિદેશ તેમજ અન્ય રાજ્યોમાં નવા કોરોના સ્ટ્રેઈનના પગલે આરોગ્ય તંત્ર સાબદંુ બન્યું

ભુજ, શનિવાર

 આ વર્ષની શરૃઆતાથી સમગ્ર ભારતની સાથે કચ્છમાં પણ કોવીડ વેક્સીનેસન મહા અભિયાન ચાલુ થઇ ગયેલું છે. પરંતુ કચ્છની વસ્તીની સરખામણીએ તે હજુ પ્રારંભિક તબક્કામાં હોઈ કોરોનાની ફેલાવાની ચેઈન રોકવા જરૃરી હર્ડ ઈમ્યુનીટી સમાજમાં ન થયેલ હોઈ, હજુ ઘણો મોટો સમાજનો વર્ગ કોવીડ ૧૯ના સંક્રમણના ભય હેઠળ છે. ત્યારે નવી કોરોના સ્ટ્રેઈન જોવા મળતા કચ્છનું આરોગ્ય તંત્ર ફરી સાબદુ બન્યું છે.

વિદેશોમાં, ખાસ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસની નવી સ્ટ્રેઇન જોવા મળેલી છે. તાજેતરમાં ભારતના પણ અમુક રાજ્યોમાં કોવીડ ૧૯ના કેસોમાં વાધારો જોવા મળેલા છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રનો પણ કેસનો ગ્રાફ ઉંચકાયેલો છે અને કચ્છનો નાતો કૌટુંબિક તેમજ ધંધાર્થે મુંબઈ અને અન્ય રાજ્યો સાથે વિશેષ રહેલો છે. આ બાબતોને ધ્યાને લઇ આરોગ્ય તંત્ર કચ્છ જીલ્લા પંચાયત દ્વારા લોકોને વેક્સીનેસનની સાથે સાથે કોવીડ અનુરૃપ અનુકરણ જેવાકે જાહેર સૃથળોએ મોઢે તેમજ નાકને સંપૂર્ણ કવર કરેલ માસ્ક પહેરવું ,ભીડ ભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું, બે ગજ ની દુરી તેમજ વારંવાર હાથ ધોવા કે સેનીટાઈઝ કરવા, પોતાના આરોગ્ય ની સ્વચકાસણી ને જરૃર જણાય તો નજીક ના સરકારી આરોગ્ય કેન્દ્ર પર કોવીડ પરિક્ષણ વગેરેનું અનુકરણ હજુ ચાલુ રાખવા  કચ્છ ની પ્રજાને અપીલ કરી છે.  તેમજ અન્ય રાજ્યોની મુસાફરી શક્ય હોય તો ટાળવીને તેમ છતાં મુસાફરી કરવી જ પડે તો  તેઓએ મુસાફરી દરમિયાન આરોગ્યસેતુ એપ ઉપયોગ કરવીને કોવીડના લક્ષણો જેવા કે તાવ, ઉાધરસ, કળતર કે શ્વાસ લેવામાં તકલીફ જેવા જણાય તો તાત્કાલીક નજીકના સરકારી કે અન્ય દવાખાને બતાવી યોગ્ય તપાસ કરાવવી અને સલાહનું અનુકરણ કરવું .  કચ્છના વિવિાધ પ્રાઇવેટ તબીબી દવાખાના તેમજ પ્રેકટીશરોને પણ માર્ગદશકા અનુસાર કોવીડ સર્વેઇલન્સ ચાલુ રાખવા તેમજ ખાસ મુસાફરી કરેલા ને કોવીડ શંકાસ્પદ લાગે તો ગાઈડલાઈન મુજબ પરિક્ષણ કરાવવા અનુરોધ કરાયો છે.  સાથે સાથે મોટી કંપની કે મોલમાં થર્મલ સ્ક્રીનીગ પર ધ્યાન આપવા, શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓએ સૂચવેલ માર્ગદશકાનું પાલન કરવા તેમજ સોસાયટીના સેક્રેટરીને પોતાના વિસ્તારમાં મુસાફરી કરેલા ને કોવીડ શંકાસ્પદ જણાય તો નજીકના સરકારી દવાખાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M7CtPI

0 Response to "વિદેશ તેમજ અન્ય રાજ્યોમાં નવા કોરોના સ્ટ્રેઈનના પગલે આરોગ્ય તંત્ર સાબદંુ બન્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel