અમદાવાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા


બગોદરા, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

અમદાવાદ જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેમજ બાવળા અને ધોળકા તાલુકા પંચાયતની પણ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ આવી રહી છે ત્યારે આ ચુંટણી પહેલા જ અમદાવાદ જીલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપ-પ્રમુખ અને ભાજપના આગેવાને ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા ચુંટણી પહેલા જ ભાજપને મોટો ફટકો પડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ધોળકા તાલુકાના ગુંદી ગામે રહેતા અને છેલ્લા ૩૦ વર્ષથી ભાજપમાં નિષ્ઠાપૂર્વક રહેલ અને અમદાવાદ જીલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપ-પ્રમુખ જશુભાઈ સોલંકી જેઓ અગાઉ ત્રણ ટર્મ વટામણ સીટ પરથી ચુંટણી લડી ચુક્યા છે અને ચેરમેન પણ રહી ચુક્યા છે તેઓએ જીલ્લા ભાજપ પ્રમુખને તમામ હોદ્દેદાઓ તેમજ ભાજપના સભ્યપદેથી રાજીનામું આપતાં ભાજપને ચુંટણી પહેલા જ મોટો ફટકો પડયો છે અને રાજીનામું આપ્યા બાદ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના હાથે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rIpfrU

0 Response to "અમદાવાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel