બાલાનીવાવ ગામના જવાનનું એવોર્ડથી સન્માન
રાજુલા,તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
૨૦૧૮ માં આતંકવાદીને ઠાર કરનાર અમરેલી જિલ્લાના સી.આર.પી.એફ.ના ૨૮ વર્ષના જવાન હરેશ બોરીચાનું દિલ્હી ખાતે ડી.જી. દ્વારા યોજાયેલા વીરતા સન્માન કાર્યકમમાં પી.એન.જી.એવોર્ડ આપી સન્માન કરાયું હતુ.આતંકી પવૃત્તિ સામે ઓપરેશન પાર પાડવામાં આ કાઠી ક્ષત્રિય યુવાનએ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામના વતની ૨૮ વર્ષીય હરેશભાઇ દેસાભાઈ બોરીચાએ સી.આર.પી.એફ.માં ૨૦૧૪ માં નોકરીની શરૂઆત કરી હતી બાદ તેઓએ અનેક સરહદો પર ફરજ બજાવી આતંકવાદી સામે મહત્વના ઓપરેશન પાર પાડયા છે. ફરજકાળ દરમ્યાન અતિ સેન્સિટિવ વિસ્તારોમાં પણ ફરજ બજાવવા બદલ અનેક વખત સન્માનીત કરાયા છેે.ગત ૨૬ નવેમ્બર ૨૦૧૮માં આતંકવાદી ઓપરેશનમાં સૌથી પહેલા આ જવાનએ આતંકવાદીને ઠાર મારતા તેની બહાદુરીની સરાહના માટે સી.આર.પી.એફ. ના ડીજી એમ.પી.મહેશ્વરી દ્વારા દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ કાર્યકમ યોજાયો હતો જેમાં તેમના હસ્તે જવાનનુંંુ સન્માન કરાયુ હતુ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3awi1RT
0 Response to "બાલાનીવાવ ગામના જવાનનું એવોર્ડથી સન્માન"
Post a Comment