શહેરમાં ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્વિઝ યોજાશે

શહેરમાં ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્વિઝ યોજાશે


ભાવનગર, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર

શહેરના આંબાવાડી ખાતે આવેલ બળવંત પારેખ વિજ્ઞાાનનગરી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસની ઉજવણીના એક ભાગરૂપે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતગર્ત વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ માટે સાયન્સ કવિઝ, વિજ્ઞાાનનાટક અને પ્રયોગ નિદર્શનનું આયોજન કરાયુ છે.

ભાવનગર શહેર અને જિલ્લાના ધો.૬ થી ૮ ના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ત્રણ તબકકામાં ઓનલાઈન કવીઝ લેવાશે. વિદ્યાર્થીઓ ભારતીય વૈજ્ઞાાનિકોના રસપ્રદ પ્રસંગો જાણે તેવા હેતુથી ધો.૬ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ભારતીય વૈજ્ઞાાનિક જીવનપ્રસંગ વિષયક નાટય સ્પર્ધાનું આયોજન કરાયેલ છે. જેમાં વિદ્યાર્થીઓ બેથી પાંચના સમુહમાં ભાગ લઈ શકશે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી અને મુલાકાતે કલેકટર ઉપસ્થિત રહેશે. તમામ સ્પર્ધાના વિજેતાઓને ઈનામો આપવામાં આવશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તા.૨૦.૨ દરમિયાન વિજ્ઞાાનનગરીની વેબસાઈટ પર નિશુલ્ક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રયોગ નિદર્શન કાર્યક્રમમાં ભાવનગર નજીકની ગ્રામ્ય વિસ્તારની શાળાઓના ધો.૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક કૌશલ્ય વિકસે તે હેતુથી રસ ધરાવતી શાળાઓમાં મોબાઈલવાન મોકલવામાં આવશે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pwfICU

0 Response to "શહેરમાં ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્વિઝ યોજાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel