ચૂંટણી પરિણામો સાતવ, ચાવડા, ધાનાણીનું પણ ભાવિ નક્કી કરશે

ચૂંટણી પરિણામો સાતવ, ચાવડા, ધાનાણીનું પણ ભાવિ નક્કી કરશે


પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે છેલ્લી ચૂંટણી : ભરતસિંહ સોલંકીની નેતાગીરી જોખમમાં : કાર્યકરોમાં ભભૂકતો રોષ

અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

મહાનગરપાલિકા- પંચાયતોના ચૂંટણી પરિણામો કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને નેતાઓના ભાવિ નક્કી કરશે. આ ચૂંટણીઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે આખરી ચૂંટણી બની રહેશે. કેમ કે, ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ સારો દેખાવ નહી કરે તો, પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વિદાય લગભગ નક્કી છે.

વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. તે વખતથી જ કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે.

પેટાચૂંટણી વખતે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના ેનતા પરેશ ધાનાણીએ તો નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામા હાઇકમાન્ડને મોકલી આપ્યા હતાં જે સ્વિકારાયા ન હતાં. જોકે, સાતવ,અમિત ચાવડા અને પરેશ ધાનાણીને  સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કરવા વધુ એક તક અપાઇ હતી. પણ કોંગ્રેસમાં કોઇ ઝાઝો ફરક પડયો ન હતો.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ કોંગ્રેસના નેતાઓ પારદર્શક રીતે ટિકિટની વહેંચણી કરવાને બદલે રીતસર ભાગબટાઇ કરી હતી. ખુદ કોંગ્રેસના કાર્યકરોએ લાખો રૂપિયામાં ટિકિટો વેચાઇ હોવાનો આક્ષેપ કર્યો છે.

ઉમેદવાર નક્કી કરવામાં પ્રદેશ નેતાઓ એવી ગોઠવણો પાડી કે,કાર્યકરોનો રોષ જોતા ઉમેદવારોની યાદી સુધૃધાં જાહેર કરી  હતી. જો અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થશે તો, ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિમતસિંહ પટેલના માથે ઠિકરૂ ફોડવા કાર્યકરોએ તૈયારીઓ કરી છે.

ટિકિટોની વહેંચણીમાં ભરત સોલંકીએ પણ ખુબ જ દરમિયાનગીરી કરી હોવાનો આક્ષેપ છે ત્યારે પરિણામ બાદ તેમની નેતાગીરી ય જોખમમાં છે. ચૂંટણી પરિણામ કોંગ્રેસના વિરૂધૃધ આવશે તો,રાજીવ સાતવ,અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામુ સ્વિકારાશે. કોંગ્રેસના માળખામાં ય ધરમૂળમાંથી ફેરફાર કરાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pLMbVE

0 Response to "ચૂંટણી પરિણામો સાતવ, ચાવડા, ધાનાણીનું પણ ભાવિ નક્કી કરશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel