શહેરમાં 16 સ્થળોએ કોરોના ટેસ્ટ ડોમ શરૂ

શહેરમાં 16 સ્થળોએ કોરોના ટેસ્ટ ડોમ શરૂ


અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

અમદાવાદમાં એક સમયે કાબૂમાં આવી ગયેલા કોરોના કેસ ચૂંટણી પ્રચાર બાદ વધવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવેસરથી સોળ સ્થળોએ કોરોના ટેસ્ટ માટે ડોંમ શરૂ કરવામાં આવ્યા છે.આમ શહેરમાં કુલ નેવુ સ્થળોએ કોરોના ટેસ્ટીંગ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

આ અંગે મળતી માહીતી મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં બે સ્થળોએ,થલતેજ અને બોડકદેવ વોર્ડમાં બે-બે સ્થળોએ કોરોના ટેસ્ટ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા છે.

પશ્ચિમ ઝોનમાં પાલડી,નવરંગપુરા અને નારણપુરા વોર્ડમાં પણ બે-બે સ્થળોએ, દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં બે સ્થળોએ ઉપરાંત પૂર્વ ઝોનમાં નિકોલ અને ભાઈપુરા વોર્ડમાં એક-એક સ્થળે કોરોના ટેસ્ટીંગ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા છે.ચૂંટણી પ્રચાર સમયે જોવા મળેલા માસ્ક વગરના લોકો અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ વચ્ચે તંત્ર કોરોનાના કેસ ફરી વધશે એવી દહેશત વચ્ચે એલર્ટ થયેલું જોવા મળી રહ્યુ છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મામલે આહનાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહીત રાજયમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે જેને ધ્યાનમાં લઈને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરતા કોરોનાના કેસ અન્ય રાજયો માટે ફરી એકવાર ચિંતાનો વિષય બનવા પામ્યા છે એવા સમયે રાજયમાં ફરી માસ્ક લોકો પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા થાય.તેમજ બિનજરૂરી ટોળા એકત્રિત ના થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવા કહેવામાં આવ્યુ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aISvsU

0 Response to "શહેરમાં 16 સ્થળોએ કોરોના ટેસ્ટ ડોમ શરૂ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel