Surat: ફેફસાં 100 ટકા ડેમજ હોવા છતાં સુરતના એન્જીનિયરે 126 દિવસ પછી આપી કોરોનાને હરાવ્યો, કેટલો થયો ખર્ચ ?

સુરતઃ કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા સુરતના એક યુવકે ચાર મહિના કરતાં પણ વધારે સમય સુધી મૃત્યુ સામે જંગ ખેલીને કોરોનાને મહાત આપીને નવજીવન મેળવ્યું છે. આ યુવકે 126 દિવસ સુધી કોરોના સામે જંગ ખેલ્યો હતો.

ડોક્ટરોને પણ તેમના સાજા થવા વિશે શંકા હતી પણ અંતે યુવકે કોરોનાને માત આપી છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા છે. સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા જીતેન્દ્ર ભાલાણી અત્યંત સ્વસ્થ થઈને ફરી સામાન્ય જીદંગી જીવવાની શરૂઆત કરી શકે એવી સ્થિતીમાં આવી ગયા છે.

સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા જીતેન્દ્ર ભાલાણી આ વર્ષના માર્ચ-એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર વખતે સંકર્મતિ થયા હતા. તેમની હાલત એ રીતે ખરાબ હતી કે, કોરોનામાં તેમનાં ફેફસાંને સંપૂર્ણ એટલે કે 100 ટકા ફેફસા ડેમેજ થઈ ગયું હતું.

દેશમાં શું છે કોરોનાની વર્તમાન સ્થિતિ

શમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 618 નવા કેસ સામે આવ્યા છે. તો 330 લોકોના મોત થયા છે. જાણીએ દેશમાં આજે કોરોનાની શું છે સ્થિતિ

દેશમાં મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 618 નવા કેસ સામે આવ્યાં છે. તો 330 લોકોના મોત થાય છે. જાણીએ આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

36 હજાર 385 લોકો રિકવર થયા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા અપડેટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 હજાર 382 લોકો સાજા થયા. જેના કારણે સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 21 લાખ થઇ ગઇ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 5 હજાર 681 થઇ ગઇ છે.

અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 225 લોકોના મોત
આંકડો મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 3 કરોડ 26 લાખ 45 હજાક 907 કેસ સામે આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 225 લોકોના મોત થઇ ગયા છે

કેટલા લોકો થયા વેક્સિનેટ
દેશમાં કોરોના વેક્સિનના ગત દિવસોમાં 58 લાખ 85 હજાર 687 લોકોને ડોઝ આપવામાં આવ્યાં. જેથી રસીકરણનો કુલ આંકડો 67 કરોડ 72 લાખ 11 હજાર 205 પર પહોચી ગયો છે. ભારતીય ચિકિસ્તા અનુસંધાન પરિષદ (ICMR)એ જણાવ્યું કે, ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 17 લાખ 4 હજાર 970 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં. જેમાંથી કાલ સુધીમાં કુલ 52 કરોડ, 82 લાખ 40 હજાર 38 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

from gujarat https://ift.tt/3n1bQMs
from gujarat https://ift.tt/3n1bQMs
0 Response to "Surat: ફેફસાં 100 ટકા ડેમજ હોવા છતાં સુરતના એન્જીનિયરે 126 દિવસ પછી આપી કોરોનાને હરાવ્યો, કેટલો થયો ખર્ચ ? "
Post a Comment