રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગારી દૂર કરાઈ

સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી છે. અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જોકે આગામી ત્રણ દિવસ હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવે રાજ્યમાં માત્ર 20 ટકા જ વરસાદની ઘટ રહી છે.

જામજોધપુર પંથકમાં વરસાદ

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરી છે આગાહી. આ વચ્ચે જ એક દિવસના વિરામ બાદ જામનગરના જામજોધપુર પંથકમાં ફરી એકવાર જામ્યો છે વરસાદી માહોલ. જામજોધપુરમાં વહેલી સવારથી ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. જામજોધપુરના રામખાડી, ખરાવડ, તિરૂપતિ સોસાયટી, સુભાષ ચોક, બેરિસ્ટર ચોક, લીમડા લાઈન સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાવવાનું શરૂ થયું છે.

કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

ગીર સોમનાથમાં મૂશળધાર વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિની ગોદમાં આવેલા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ગીરના જામવાળામાં આવેલા જમજીર ધોધના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. શિંગોડા નદીમાંથી જમજીર ધોધ પસાર થાય છે. ગીર જંગલમાં ભારે વરસાદ થતાં ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જો કે આ ધોધને મોતનો ધોધ પણ કહેવાય છે. જેથી ધોધ નજીક જવા, નાહવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો છે.

પોરબંદરના ઘેડ પંથકમાં પાણીનો કહેર

પોરબંદરના ઘેડ પંથકમાં છેલ્લા બે દિવસથી ભાદર અને ઓઝતના પાણી ફરી વળ્યા છે. પોરબંદર નજીકના ચિકાસા ગામે નદીઓના પાણી હવે લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે. ભાદર નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા પ્રશાસન તરફથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચિકાસા ગામના પશુપાલકો અને ખેડૂતોએ પોતાના માલઢોરને રસ્તા પર બાંધવાની ફરજ પડી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું.

from gujarat https://ift.tt/3Cgl6k7
from gujarat https://ift.tt/3Cgl6k7
0 Response to "રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગારી દૂર કરાઈ"
Post a Comment