આજે યોજાશે GUJCETની પરીક્ષા, કોરોના સંક્રમિત વિદ્યાર્થી નહીં આપી શકે પરીક્ષા

આજે યોજાશે GUJCETની પરીક્ષા, કોરોના સંક્રમિત વિદ્યાર્થી નહીં આપી શકે પરીક્ષા

ધોરણ 12 પછીના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. કોરોના બાદ ગુજરાત બોર્ડની આ બીજી મહત્વની પરીક્ષા છે. આ વર્ષે એક લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અને રાજ્યના 574 બિલ્ડિંગોના પાંચ હજાર 932 બ્લોકમાં પરીક્ષા લેવાશે.

સૌથી વધુ બી ગ્રુપના 69 હજાર 153 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. રાજ્યના 33 જિલ્લાના 34 કેંદ્રો પર કોરોનાની એસઓપી સાથે લેવનારી પરીક્ષામાં દરેક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ જ બેસાડવામાં આવશે.

આ વર્ષે ગયા વર્ષથી 10 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓ નોંધાતા એક લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતી માધ્યના 80 હજાર 670, અંગ્રેજી માધ્યમના 35 હજાર 571 અને હિંદી માધ્યમના એક હજાર 75 વિદ્યાર્થી છે.

અમદાવાદ શહેરમાં નવ હજાર 753, ગ્રામ્યમાં પાંચ હજાર 491 વિદ્યાર્થી છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 15 હજાર 37 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા માટે ગાંધીનગરમાં 24 કલાકનો સ્ટેટ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

સાથે જ દરેક જિલ્લામાં પરીક્ષા સમિતી પણ રચાશે. ત્રણ સેશનમાં લેવાનારી પરીક્ષામાં પરીક્ષાના અડધો કલાક પહેલાથી જ વિદ્યાર્થીએ સેંટરમાં જતુ રહેવાનું રહેશે.

પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર અને પન સિવાય કોઈ પણ વસ્તુ લઈ જઈ શકશે નહી. સવારે નવ વાગ્યાથી પરીક્ષા શરૂ થશે. ગુજકેટ ફોર્મ ભરનારા વિદ્યાર્થીમાંથી જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોય તો તે પરીક્ષા આપી નહીં શકે. સાથે જ દરેક બિલ્ડિંગમાં ક્લાસ વન અધિકારી ઓબ્ઝર્વર તરીકે રહેશે.

પરીક્ષા માટે ત્રણ ગ્રુપનું આયોજન

A-ગ્રુપ 48 હજાર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

B- ગ્રુપમાં 68 હજાર 500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

AB- ગ્રુપમાં 468 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

GUJCETની પરીક્ષા હિંદી, અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણેય ભાષાઓમાં લેવાય છે.વિદ્યાર્થી તેમાથી કોઈપણ એક વિષય પસંદ કરી પરીક્ષા આપી શકે છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેના કરતા વધુ સધન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

from gujarat https://ift.tt/3Akin8z

0 Response to "આજે યોજાશે GUJCETની પરીક્ષા, કોરોના સંક્રમિત વિદ્યાર્થી નહીં આપી શકે પરીક્ષા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel