રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, ગુજરાતમાં હજુ પણ વરસાદની 7 ટકા ઘટ

રાજ્યમાં આગામી પાંચ દિવસ પડી શકે છે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. જેમાં આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો સાઉથ વેસ્ટ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પર હળવું દબાણ સર્જાયુ છે. જેથી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જો કે ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદ જ રહેશે.

હવામાન વિભાગે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર વિરામ લીધો. અત્યારસુધી રાજ્યમાં ૧૨ ઈંચ સાથે મોસમનો ૩૬% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે મોસમનો ૪૩% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭% ઓછો નોંધાયો છે.

રાજ્યમાંથી અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં ૮.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૦.૭૮% , પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૩.૭૯%, સૌરાષ્ટ્રમાં ૯.૨૫ ઈંચ સાથે મોસમનો ૩૩.૪૭% અને દક્ષિણ ગુજરાતમાં ૨૨.૫૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૯.૧૮% વરસાદ નોંધાઇ ચૂક્ય છે.

રાજ્યમાં હાલ બે જ તાલુકા એવા છે જ્યાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં જૂનમાં કુલ ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે જૂનમાં ૪.૮૩ ઈંચ અને જુલાઇમાં ૯ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, અનેક જિલ્લામાં સારો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.તો આ તરફ છેલ્લા 7 વર્ષમાં જુલાઈમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો 2020માં 9.14 ઈંચ, 2019માં 8.89 ઈંચ, 2018માં 15.30 ઈંચ, 2017 21.03 ઈંચ, 2016માં 8.97 ઈંચ અને 2015માં 15.73 ઈંચ વરસાદ પડ્યો.

from gujarat https://ift.tt/3rP67tu
from gujarat https://ift.tt/3rP67tu
0 Response to "રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, ગુજરાતમાં હજુ પણ વરસાદની 7 ટકા ઘટ"
Post a Comment