ગુજરાતના સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી, 5975 જગ્યા ભરવાનો નિર્ણય

ગુજરાતના સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી, 5975 જગ્યા ભરવાનો નિર્ણય

<p>કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આરોગ્ય વિભાગ કરશે કર્મચારીઓની ભરતી. રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે આરોગ્ય વિભાગે 5975 જગ્યાઓ પર નવી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવશે. તો સ્ટાફ નર્સ તથા GMERS સ્ટાફ નર્સની પણ ભરતી કરવામાં આવશે.</p> <p>મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે. કોઇપણ રાજ્ય રાષ્ટ્ર કે સમાજની પ્રગતિ, આર્થિક સામાજિક વિકાસ માટે શિક્ષણ જ આધારશિલા છે એટલે જ સરકારે શિક્ષણ માટે રૂા. ૩૧ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે.&nbsp;</p> <p>પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાનાની થીમના આધારે જ્ઞાન શક્તિ દિવસ રવિવારે, ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં કુલ ૧૫૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.&nbsp;નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની સરકારના પાંચ વર્ષ પૂરા થતાં આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસની થીમ સાથે રાજ્યમાં ૧લીથી ૯મી ઓગસ્ટ સુધી ૧૮ હજાર સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો અંગેના કાર્યક્રમો યોજાવાના છે. રોજેરોજ આ કાર્યક્રમો યોજાશે, તેના ભાગ રૂપે રવિવાર, ૧લી ઓગસ્ટના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, &lsquo;જ્ઞાનશક્તિ દિવસ&rsquo;માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમુર્હૂત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી આરંભ કરાવ્યો હતો.&nbsp;</p> <p>ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જે તેમના ૬૫માં જન્મદિવસની ઉજવણી હોમટાઉન રાજકોટમાં કરી હતી.&nbsp;તા.૨-૮-૧૯૫૬ના યાન્ગોન,મ્યાંમારમાં જન્મેલા વિજયભાઈ રમણિકભાઈ રૂપાણી યુવાવસ્થાથી રાજકોટમાં સક્રિય રહ્યા છે, આજે તેમનો જન્મદિવસ રાજકોટમાં કોરોનામાં અનાથ બનેલા બાળકો સાથે ગોષ્ઠિ કરી, સેલ્ફી લઈને,&nbsp; સાથે પંગતમાં બેસીને ભોજન લઈને ઉજવ્યો હતો જેમાં સચિવો, પોલીસ કમિશનર,મ્યુનિ.કમિશનર,કલેક્ટર વગેરે પણ જોડાયા હતા. ભાવનગર રોડ પર તેમણે શરૂ કરેલા ગરીબ ભુલકાંઓના ઉત્થાન માટેના પૂજીત રૂપાણી&nbsp; ટ્રસ્ટની મુલાકાત લીધી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3lqXjZx

0 Response to "ગુજરાતના સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી, 5975 જગ્યા ભરવાનો નિર્ણય"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel