રાજ્યમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 41.42 ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 41.42 ટકા વરસાદ પડ્યો

ગુજરાતમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ. હવામાન વિભાગની આગાહી અનુસાર, 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં થશે મેઘમહેર. હવામાન વિભાગના અનુસાર  23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. તો 24-25-26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે.

હવામાન વિભાગના મતે અત્યાર સુધી રાજ્યમાં વરસી ચૂક્યો છે સીઝનનો 41.42 ટકા વરસાદ. જેમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં. અહીં વરસી ચૂક્યો છે 50.72 ટકા વરસાદ. તો સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, કચ્છમાં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા અને મધ્ય ગુજરાતમાં વરસી ચૂક્યો છે 37.87 ટકા વરસાદ.

અમરેલીમાં વરસાદ

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ. અમરેલીના વડીયા પંથકના પડ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ખેતરો થયા પાણીથી તરબોળ. તો હનુમાન ખીજડીયા ગામે નદીમાં નવા નીર આવતા ચેકડેમ છલકાયા હતા. વડિયા પંથકના મોરવાડા, ખાખરીયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. મૂરઝાતા પાક પર મેઘરાજા રૂપી કાચુ સોનું વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને મળ્યું જીવનદાન.

રાજ્યમાં ડેમોની સ્થિતિ

રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો કુલ 207 જળાશયોમાં 47.75 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 23.97 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.40 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 40.3 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 જળાશયોમાં 21.34 ટકા પાણીનો જથ્થો. દક્ષિણ ગુજરાતનો એક અને સૌરાષ્ટ્રના 2 જળાશયો 100 ટકા ભરાયેલા છે.

રાજ્યમાં વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ વરસ્યો છે.  2 તાલુકામાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના  91 તાલુકામા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તો 22 તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો સિઝનનો વરસાદ  પડ્યો છે. અત્યાર સુધીમાં સિઝનનો દક્ષિણ ગુજરાતમાં 29.64 ઈંચ, સૌરાષ્ટ્રમાં 10.32 ઈંચ અને કચ્છમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ  પડ્યો છે. મધ્ય ગુજરાતમાં 12.20 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 9.16 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

from gujarat https://ift.tt/3keONea

0 Response to "રાજ્યમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 41.42 ટકા વરસાદ પડ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel