ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે પરિણામ. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને મોકલવામાં આવશે માર્કશીટ. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે.

આશરે 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 6 દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30 હજાર 343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4 હડાર 649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.

નોંધનીય છે કે, 15 જુલાઈના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક મળીને કુલ પાંચ લાખ 51 હજારથી વધુ વિદ્યાર્થઈઓની પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ 28 જુલાઈ સુધી ચાલી હતી. ધોરણ 12 સાયંસની પરીક્ષાનો સમય બપોરના અઢી વાગ્યાથી છ વાગ્યા અને સામાન્ય પ્રવાહનો સમય બપોરે અઢી વાગ્યાથી પાંચ વાગ્યાને 45 મિનિટનો હતો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ 42 હજાર 300 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ચાર લાખ એક હજાર 60 થાય છે. આ સિવાય 72 હજાર 398 રિપિટર્સ, 24 હજાર 954 ખાનગી રિપિટર્સ, 10 હજાર 572 આઈસોલેટ અને 33 હજાર 316 ખાનગી વિદ્યાર્થી થાય છે.

ધોરણ 12 સામાન્યમાં કુલ એક લાખ 40 હજાર 363 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં એક લાખ સાત હજાર 711 વિદ્યાર્થી નિયમિત છે. જ્યારે 32 હજાર 652 વિદ્યાર્થી રિપિટર્સ નોંધાયા છે. ધોરણ 10ની પરીક્ષા 27, સાયંસની પરીક્ષા 26 અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 જુલાઈએ પૂર્ણ થઈ હતી.

from gujarat https://ift.tt/2WdCaHR

0 Response to "ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel