સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર

સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર

સોમનાથ મહાદેવના ભક્તો માટે એક સારા સમાચાર છે. સોમનાથ મંદિર આજથી સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા મંદિર પ્રશાસને દિવસભર મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો છે. અને સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય આરતીમાં ભક્તો પ્રત્યક્ષ રીતે હાજર રહી શકશે.

જો કે મંદિર પરિસરમાં પ્રવેશ કરનાર શ્રદ્ધાળુઓએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મંદિરમાં ઉભા રહેવાશે નહી. સતત ચાલતા ચાલતા આરતી અને દર્શન કરી શકશે.

ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસઆરપીની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઈ પણ યાત્રીક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહી. દર્શનાર્થે આવતા યાત્રીકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. સોમનાથ મંદિરની સાથે સાથે , અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે.

11 જૂને ખુલ્યું હતું મંદિર

નોંધનીય છે કે, સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે સોમનાથ મંદિર 11 જૂનથી ભાવિકો માટે ખૂલ્યું હતું. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઇડ લાઇનનું પાલન થશે. મંદિર સવારે 7.30 થી રાત્રે 8.00 વાગ્યા સુધી દર્શાનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવમાં નહીં આવે. દર્શન માટે ભાવિકોએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ ફરજિયાત લેવાનો રહેશે.

ગુજરાતમાં કોરોનાની હાલની સ્થિતિ

ગઈકાલે રાજ્યમાં 39 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી 70 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,13,743 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી  રેટ 98.70 ટકા થઇ ગયો હતો.

from gujarat https://ift.tt/3wGKjkx

0 Response to "સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel