વજુભાઈ વાળા ગુજરાતના મુખ્યમંત્રી બનવા માંગે છે કે નહીં? શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

વજુભાઈ વાળા ગુજરાતના મુખ્યમંત્રી બનવા માંગે છે કે નહીં? શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

રાજકોટઃ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજનીતિમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. આ સાથે પત્રકારો દ્વારા તેમને મુખ્યમંત્રી બનવાની ઇચ્છા મુદ્દે પૂછતાં તેમણે આ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મિશન 182 પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. ચૂંટણીના પરિણામ બાદ હું મારી ભૂમિકા નક્કી કરીશ. હું સંગઢનમાં રહીને કામ કરીશ, શાસનમાં રહીને નહીં. હું માર્ગદર્શક નહીં, કાર્યકર બનીને રહીશ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બનવાની મારી કોઈ ઇચ્છા નહીં. વિજયભાઈએ પોતાનું પર્ફોમન્સ બતાવ્યું છે. પાર્ટી સોંપશે એ કામ કરીશ.

રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી હતી. શુક્રવારે મોડી સાંજે વજુભાઇ વાળાના ઘરે મળેલી બેઠક સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શનની મહત્વની રણનીતિ ધડાઈ. પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, માવજી ભાઈ ડોડીયા સહીત ગણતરીના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખોડલધામ જેવું જ કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાજીનું મંદીર બનાવવાનો નિર્ણય લેવાયો છે.

શક્તિની ભક્તિ સાથે સમાજ એકતાના આ મંદીર નિર્માણ સહીતનું સુકાન વજુભાઈ વાળાને સોંપાશે. લીંબડી હાઇવે પર સમાજનુ ભવ્ય ભવાની માતાજીનુ મંદીર નિર્માણ થશે.

from gujarat https://ift.tt/3ztXXt3

0 Response to "વજુભાઈ વાળા ગુજરાતના મુખ્યમંત્રી બનવા માંગે છે કે નહીં? શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel