ધોરણ-12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

ધોરણ-12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

આજે ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થશે. કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. જાહેર થયેલુ પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઈંડેક્સ નંબરના આધારે જોઈ શકશે. જ્યારે વિદ્યાર્થીઓ સીધુ પોતાનું પરિણામ જોઈ શકશે નહી.

પરંતુ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવા માટે શિક્ષણ બોર્ડ અલગથી સૂચના આપશે. ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. પરિણામ આવ્યા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ આવ્યાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક  અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટેશિક્ષણ બોર્ડ અલગથી પરીક્ષા યોજશે. જે અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.

આજે કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલ પરિણમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 24,757 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. 26,831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 22,174 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12,071 છે. જ્યારે 2609ને D ગ્રેડ, 289 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.

A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા છે. B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

આજે જાહેર કરેલા પરિણામ અનુસાર માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહિ હોય. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ આપવામાં આવશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ પરિણામ વિદ્યાર્થીઓને જણાવશે.

from gujarat https://ift.tt/3z7bhUi

0 Response to "ધોરણ-12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel