સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા, લોકોએ કહ્યું- દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરોના મટી શકે છે

સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા, લોકોએ કહ્યું- દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરોના મટી શકે છે

કોરોના ના કપરા કાળમાં અનેક લોકોના મોત થયા આ મહામારી માં કેટલાય ના પરિવારમા અને કુળદીપક બુઝાય જતા પરિવારમાં અંધકાર છવાયો ત્યારે આ આફત ના સમયમાં અંધશ્રદ્ધા પણ વધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કેટલીક એવી ચોંકાવનારી બાબતો સામે આવી કે જેને જોઈને આપણે ન માત્ર આર્થિક રીતે પરંતુ સામાજિક રીતે પણ પાછળ ધકેલાયા હોવાનું સામે આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન તરફથી સર્વેમાં કોરોના બાદ અંધશ્રદ્ધા વધી હોવાનો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.હસમુખ ચાવડાએ 1620 લોકોનો સર્વેમાં સામે આવ્યું કે વેક્સિનેશન ઓછું થવા પાછળ 36% અંધશ્રદ્ધા જવાબદાર છે.

45% લોકોના મતે દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરાના મટી શકે. 1620 લોકો પૈકી 54.80% ગ્રામ્ય વિસ્તારના અને 45.20% લોકો શહેરી વિસ્તારના હતા. ગ્રામ્ય વિસ્તારનું ભ્રમણ કરતા મુલાકાત કરતા મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધા અને સોશિયલ મીડિયા વેક્સિન ન લેવામાં મૂળભૂત કારણ દેખાયું છે. તો ગામડાના 93.50% લોકોએ કહ્યું કે અમારા પરિવારને કોરોના ન થાય તે માટે અમે માનતા રાખી હતી અને પુજાવિધિઓ પણ કરાવી. 27.70% લોકોએ કહ્યું કે કોરોનાકાળમા જન્મેલા બાળકો અપશુકનિયાળ છે.

પહેલા દોરા, ધાગા કે અન્ય બાબતો માં માનતા ન હતા પરંતુ કોરોના દરમ્યાન આ બાબતમાં માનતા થઈ ગયા હતા. સૌથી ચોંકાવનારી બાબતો એ સામે આવી કે 45.30% લોકોએ જણાવ્યું કે ડામ દેવાથી, માનતા માનવાથી કે ભુવા પાસે  દાણા જોવડાવવાથી બિમારી દુર થઇ જાય છે એવું માને છે.

કોરોના સામે લડવા વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકોને વેક્સિનને લઈ અંધશ્રદ્ધા અને ગેરસમજણ છે. આવુ જ એક ગામ છે વલસાડના કપરાડાનું નાનાપોન્ધા ગામ જ્યાં 18 થી 44 વર્ષ ના લોકો માટે પણ વેકસીન આપવાની શરૂઆત થઈ છે તો જે સેન્ટર છે તેનાથી 200 મીટર દૂર લોકો ને પૂછવામાં આવ્યું કે વેકસીન કયા કારણસર નથી લીધું તો દરેક જણ પાસે અલગ અલગ કારણો હતા. લોકો ની અપેક્ષા છે કે સરકાર એમના ઘર સુધી માણસો મોકલે ત્યારે વેકસીન લેશે તો અમુક લોકો કહે છે કે હજી લેવાનું એટલે બાકી છે કે ખબર નથી વેકસીન લીધા પછી શું થશે, થોડા લોકો લેશે પછીજ જોઈશું.

from gujarat https://ift.tt/354UNPv

0 Response to "સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા, લોકોએ કહ્યું- દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરોના મટી શકે છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel