કોરોના બાદ આ રોગે ભરડો લીધો, 10 દિવસમાં કેસની સંખ્યા 10 ગણી વધી, સરકારે મહામારી જાહેર કરી

કોરોના બાદ આ રોગે ભરડો લીધો, 10 દિવસમાં કેસની સંખ્યા 10 ગણી વધી, સરકારે મહામારી જાહેર કરી

બ્લેક ફંગસના કેસમાં દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુકરમાઈકોસીસ માટે જરૂરી એમ્ફોટેરિસીન-B ઈંજેક્શનની અછત દૂર કરવા કેંદ્ર સરકાર સક્રિય બની છે. દર્દીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે 6 લાખ ઈંજેક્શન માટે દેશ અને દુનિયાની કંપનીઓને સરકારે ઓર્ડર આપ્યો છે અને મ્યુકરમાઈકોસીસના ઈંજેક્શન બનાવતી વધુ 5 કંપનીઓને એમ્ફોટેરિસીન-B બનાવવા માટે મંજૂરી આપી છે.

સાથે જે કોઈ પણ ફાર્મા કંપની એમ્ફોટેરિસીન-B ઈંજેક્શન બનાવવા માંગતી હશે તેને પણ સરકાર મંજુરી આપશે. મહત્વનું છે કે 10 દિવસમાં મ્યુકરમાઈકોસીસના કેસમાં 10 ગણો વધારો થયો છે. અગાઉ 500થી 600 કેસ નોંધાતા હતા જે વધીને 1 હજારે પહોંચ્યા છે. દર્દીઓને કોઈ પણ જાતની તફલીફ ન થાય તે માટે દેશ-વિદેશની કંપનીઓને ઓર્ડર આપ્યાની જાણકારી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આપી છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજ્ય સરકારોને મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની વિનંતી કરી હતી. નોટિફાયેબલ ડીસીઝ જાહેર કરવા જરૂરી નિર્ણય લેવા સુચના આપવામાં આવી છે. કેંદ્ર સરકારે તમામ રાજ્યો, સંઘ પ્રદેશોના આરોગ્ય  વિભાગને પત્ર લખ્યો છે.

હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા હેલ્થ સેન્ટર, મેડિકલ કોલેજોએ હેલ્થ મિનિસ્ટ્રી અને આઈસીએમઆર દ્વારા જારી મ્યુકોરમાઈકોસિસના નિદાન, તપાસ અને વ્યવસ્થાપન માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)નો કેર વધતો જાય છે.

દેશને દરેક દિવસે કોરોનાની નવા પડકારનો સામનો કરવો પડે છે. બધા  વચ્ચે મ્યુકોરમાકોસિસે પણ ચિંતા વધારી છે. હાલ આ રોગના દર્દીની સંખ્યા વધી રહી છે. મોટાભાગના કેસમાં કોવિડથી સાજા થયેલા દર્દીમાં આ સમસ્યા જોવા મળે છે પરંતુ શું આ બંને બીમારી સાથે થઇ શકે.

શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?

બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.

from gujarat https://ift.tt/3u7zW80

Related Posts

0 Response to "કોરોના બાદ આ રોગે ભરડો લીધો, 10 દિવસમાં કેસની સંખ્યા 10 ગણી વધી, સરકારે મહામારી જાહેર કરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel