ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં તૂડી પડશે વરસાદ

૧૧થી ૧૭ જૂન સુધી સુરત અને દિવ આવીને અટકી ગયેલું ચોમાસુ સાત દિવસ બાદ ગતિમાં આવ્યું છે. ચોમાસુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ૫૦થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં ૭ ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સવારે ૬થી ૮માં ૫ ઈંચ જ્યારે સવારે ૮થી ૧૦માં ૨ ઈંચ એટલે કે ચાર કલાકમાં જ સાત ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૨૩-૨૪ જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે.

સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો વિજયનગરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ઈડર અને ખેડબ્રહ્મામાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. મહેસાણા શહેરમાં તો મેઘરાજાની થઈ ધમાકેદાર એંટ્રી થઈ છે. એક કલાકમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા મહેસાણા શહેર જળબંબાકાર થયું છે. મહેસાણાની અનેક સોસાયટીઓમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરનું ગોપીનાળું અને ભમરિયું નાળામાં પાણી ભરાતા બંને નાળા બંધ કરી દેવાયા છે. તો મહેસાણાના પરા વિસ્તારમાં 4 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. જ્યારે સોમનાથ ચોકમાં પણ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. હજુ તો ચોમાસાની થઈ છે શરૂઆત છે ત્યાં જ મહેસાણા શહેરમાં પાણી ભરાતા નગરપાલિકાના પ્રી-મોનસૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે.

ગઈકાલે 4 કલાકમાં જ આણંદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા. તેમજ તુલસીનગર વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે રસ્તો અવર જવર માટે બંધ કરાયો હતો.

from gujarat https://ift.tt/3cU0WlJ
from gujarat https://ift.tt/3cU0WlJ
0 Response to "ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં તૂડી પડશે વરસાદ"
Post a Comment