કોંગ્રેસમાં આ દિગ્ગજ નેતાની થશે ઘરવાપસી, નરેન્દ્ર મોદી સાથે પણ રહ્યા છે ગાઢ સંબંધ

કોંગ્રેસમાં આ દિગ્ગજ નેતાની થશે ઘરવાપસી, નરેન્દ્ર મોદી સાથે પણ રહ્યા છે ગાઢ સંબંધ

શંકરસિંહ વાઘેલા એટલે કે રાજનીતિના બાપુ ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો બુધવારે શંકરસિંહ વાઘેલા સાથે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ એવા ભરતસિંહ સોલંકીની મુલાકાત પણ થઈ ચુકી છે. માધવસિંહભાઈને શ્રદ્ધાંજલિ આપવા શંકરસિંહ અગાઉ ભરતસિંહને મળ્યા હતા. જો કે ત્યાર બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચુકી છે. કેમ કે રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે ત્યારે એકવાર પ્રભારીની નિયુક્તિ થઈ જાય ત્યાર બાદ બાપુની કૉંગ્રેસ વાપસી અંગે નિર્ણય લેવાશે. બાપુને કૉંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કૉંગ્રેસનું એક મોટુ જુથ સક્રિય છે. કેમ કે હાલ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં નથી ત્યારે તેમના પરત આવ્યા બાદ કૉંગ્રેસ હાઈકમાંડ આ મુદ્દે નિર્ણય લેશે.

મુળતઃ આરએસએસ અને ભાજપ ગોત્રના શંકરસિંહ વાઘેલાએ અગાઉ બળવો કરીને ભાજપ છોડ્યુ હતુ. બાપુએ ત્યારબાદ રાજપા બનાવી હતી. જો કે રાજ્ય વિધાનસભાની રાજપાની માત્ર ચાર બેઠક આવતા બાપુ ત્યારબાદ 1999માં કૉંગ્રેસમાં જોડાયા હતા. બાપુએ શક્તિદળ બનાવ્યુ હતુ. જે વિવાદનું કારણ બનતા તેનું વિસર્જન કર્યુ હતુ. બાપુ કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાબેઠક પર ચૂંટણી જીત્યા હતા. અને કેંદ્રમાં યુપીએ વનની સરકારમાં કપડા મંત્રી રહ્યા હતા.

શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભામાં 2012થી 2017 સુધી નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે. જો કે રાજ્ય સભાની ચૂંટણી સમયે ભાજપે ઉતારેલા બળવંતસિંહનું સમર્થન આપીને બાપુએ કૉંગ્રેસને ટાટા બાય બાય કર્યુ હતુ.  કેમ કે 2022ની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસને એક વડિલની જરૂર છે ત્યારે ફરી એકવાર બાપુ કૉંગ્રેસમાં જોડાય તેવા સંજોગો બન્યા છે.

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ એક્શનમાં, ગુજરાત કોગ્રેસના નેતાઓની યોજાશે બેઠક

સમાચાર શતકઃ રાજ્યના મુખ્યમંત્રી અંગે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે શું કર્યો દાવો?,જુઓ મહત્વના સમાચાર

<a href="https://ift.tt/3iMz0E9 ત્રણ વર્ષથી પ્રમુખ અને અન્ય હોદ્દા પર રહેલા લોકોને હટાવશે કોગ્રેસ

from gujarat https://ift.tt/3iNwkGk

0 Response to "કોંગ્રેસમાં આ દિગ્ગજ નેતાની થશે ઘરવાપસી, નરેન્દ્ર મોદી સાથે પણ રહ્યા છે ગાઢ સંબંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel