બંગાળની ચૂંટણી બાદ ટીએમસીના કાર્યકરોના હુમલાનો પાટડીમાં વિરોધ
પાટડી : તાજેતરમાં યોજાયેલ પશ્ચીમ બંગાળની ચુંટણીના પરીણામો જાહેર થઈ ગયા બાદ હિંસા ભડકી ઉઠી હતી અને જેમાં ટીએમસીના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા જેમાં સમાન્ય લોકો અને ભાજના એતાઓ, કાર્યકરો પર પણ હુમલા થયા હતા.
જેના ઘેરા પ્રત્યાધાતો ગુજરાત રાજ્યના લગભગ શહેરોમાં જોવા મળ્યા છે ત્યારે પાટડી શહેર ભાજપના કાર્યકર્તાઓએ પણ આજે વિરોધ કર્યો હતો અને ટીએમસીના કાર્યકરોની ગુંડાગર્દીના વિરોધમાં ધરણા કર્યા હતા અને આવા તત્વોને કડક સજા કરવાની માંગ સાથે શાંતી ડહોળવાના હિન કાર્યકરવા બદલ વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણામાં પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, શહેર પ્રમુખ ચેતનભાઈ શેઠ, પ્રમુખ મૌલેશભાઈ પરીખ, ભરતભાઈ ઝીંઝુવાડીયા, હીતેશભાઈ રાવલ, શ્રવણભાઈ ઠાકોર વગેરે કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xTY6pF
0 Response to "બંગાળની ચૂંટણી બાદ ટીએમસીના કાર્યકરોના હુમલાનો પાટડીમાં વિરોધ"
Post a Comment