કોરોનાની મહામારીમાં શ્રી વર્ધમાન ગૃહઉદ્યોગ મહિલા મંડળનો સેવાયજ્ઞ

કોરોનાની મહામારીમાં શ્રી વર્ધમાન ગૃહઉદ્યોગ મહિલા મંડળનો સેવાયજ્ઞ


વઢવાણ : વઢવાણના વર્ધમાન ગૃહઉદ્યોગ મહિલા મંડળ દ્વારા પણ આ પરિસ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે જેમાં આ સંસ્થા દ્વારા ધારાસભ્ય ધનજીભાઇ દ્વારા તાજેતરમાં જ શરૂ કરાયેલી ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે દિવસ દરમ્યાન ચા-નાસ્તો, જ્યુસ તેમજ ફુલટાઇમ જમવાનું મોકલવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે સવારે ૮ વાગે ગરમ ચા-નાસ્તો, ૧૦ વાગ્યે મગનું પાણી અને લીંબુ શરબત, બપોરે ૧૨ વાગ્યે દાળ-ભાત-શાક-રોટલી- કઠોળ જેવું સાત્વિક ફુલભોજન, બપોરે ૩ વાગ્યે ચા સાથે બિસ્કીટ, સાંજે ૭ વાગ્યે ખીચડી-શાક-ભાખરી- કઢી તેમજ રાત્રે હળદરયુક્ત  ગરમ દૂધ દર્દીઓને સંસ્થાના જ કાર્યકરો દ્વારા પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સીવીલ હોસ્પિટલમાં દાખલ થયેલ કોરોનાના દર્દીઓને દરરોજ સંતરા, મોસંબી વગેરે ફ્રુટ તેમજ દર્દી સાથે રહેતા તેમના સગાઓને બંને ટાઇમ જમવાનું પુરૂ પાડવામાં આવે છે.સંસ્થાના સંચાલક મંડળના પન્નાબેન શુક્લ, સુશીલાબેન મહેતા, ઉષાબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મઠ કાર્યકરો ધર્મેન્દ્ર ઝાલા, શૈલેષ જોષી, રૂપેશ ભટ્ટ, યશપાલ, સંદિપભાઇ પરમાર, દર્શનાબેન, જ્યોતિબેન ખાંધલા, જયેશ સોલંકીની ટીમ ઉત્સાહપૂર્વક આ સેવાયજ્ઞામાં કાર્ય કરી રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3epNqaT

0 Response to "કોરોનાની મહામારીમાં શ્રી વર્ધમાન ગૃહઉદ્યોગ મહિલા મંડળનો સેવાયજ્ઞ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel