વિનય વાટિકાના કોવિડ કેર સેન્ટરમાં 60થી વધુ કોરોનાના દર્દીઓને સાજા કરાયા

વિનય વાટિકાના કોવિડ કેર સેન્ટરમાં 60થી વધુ કોરોનાના દર્દીઓને સાજા કરાયા


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે તેમજ જીલ્લાની સરકારી અને ખાનગી કોવીડ હોસ્પીટલોમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે ત્યારે કોવીડ હોસ્પીટલોમાં ડોક્ટર સહિત સ્ટાફ દ્વારા ખડે પગે રહી કોરોના દર્દીઓની સારવાર કરી ઉત્તમ સેવા આપી રહ્યાં છે ત્યારે વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલ વિનય વાટીકામાં શરૂ કરવામાં આવે ૪૦ બેડના કોવીડ કેર સેન્ટરના મહિલા ડોક્ટર સાચા અર્થમાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે.

મહિલા ડોક્ટર અને સ્ટાફ દ્વારા ૪૦ બેડના આ કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દર્દીને સારવાર

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીલ્લામાં વધી રહેલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા તેમજ કોરોના સંક્રમીત થયેલા દર્દીઓને સારવાર માટે હાલાકી ન પડે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વઢવાણ કોઠારીયા રોડ પર વિનય વાટીકા ખાતે પણ ૪૦ બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને કોરોનાથી માત આપી સાજા થઈ ઘરે પણ આવ્યાં છે ત્યારે આ કોવીડ કેર સેન્ટરના ઈન્ચાર્જ અને કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતાં મહિલા ડો.નિરાલી દોશી દ્વારા અત્યાર સુધીમાં ૬૨ જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરી ઘરે પરત મોકલવામાં આવ્યાં છે. તેમજ જ્યારથી હોસ્પીટલ શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી અંદાજે ૨૧૦ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં અને ૨૨ દર્દીઓને અન્ય હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે ૧૪૮ જેટલા લોકોએ સારવાર દરમ્યાન કોરોનાને માત આપતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ એક મહિલા ડોક્ટર કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પોતાની પરવાહ કર્યા વગર કોરોના વોરીયર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અનેક દર્દીઓને સાજા કર્યા હતાં તેમજ હાલ પણ આ કોવીડ હોસ્પીટલમાં ૪૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uuTdRS

0 Response to "વિનય વાટિકાના કોવિડ કેર સેન્ટરમાં 60થી વધુ કોરોનાના દર્દીઓને સાજા કરાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel