ધોળકા ગામમાં જુગાર રમતા 7 જેટલા શખ્સો પકડાયા
બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી ધોળકા પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા ઉંટવાડી રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સાત શખ્સો વિષ્ણુભાઈ ચંદુભાઈ રાણા, જીતેન્દ્રકુમાર કનૈયાલાલ રાણા, સન્નીભાઈ દીનેશભાઈ રાણા, પ્રકાશભાઈ રમેશભાઈ રાણા, મેહુલભાઈ ચંદુભાઈ ઠાકોર, ભાવીનભાઈ અશોકભાઈ રાણા, જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ રાણાને તીનપત્તીનો જુગાર રમતાં રોકડ રૂા.૧,૨૦૦ તથા અંગ જડતીના રૂા.૧૭,૫૦૦ મળી કુલ રૂા.૧૮,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PX1kYD
0 Response to "ધોળકા ગામમાં જુગાર રમતા 7 જેટલા શખ્સો પકડાયા"
Post a Comment