પાલિકાના પૂર્વ પ્રમુખનું અવસાન થતાં દુકાનદારો- વેપારીઓએ બંધ પાળ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના પૂર્વ પ્રમુખના અવસાનથી સમગ્ર ઝાલાવાડમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે પૂર્વ પ્રમુખના અવસાનના ભાગરૂપે તેઓને શ્રધ્ધાંજલી પાઠવવા સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારો સંપૂર્ણ બંધ રહી હતી અને વેપારીઓએ બંધ રાખી પૂર્વ પ્રમુખને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના યુવા ઉત્સાહી અને પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલીયા અંદાજે ચાર મહિના પહેલા કોરોનાથી સંક્રમીત થયા હતાં અને ત્યારબાદ સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ચાર મહિનાની લાંબી સારવાર બાદ પૂર્વ પાલિકા પ્રમુખનું દુઃખદ અવસાન થયું હતું. જ્યારે પૂર્વ પ્રમુખના અવસાનથી યુવાનો સહિત મોટેરાઓ, સીનીયર સીટીઝનો વિવિધ સામાજીક સંસ્થાઓ, શહેરીજનો, દરેક સમાજના આગેવાનો, દુકાનદારો, વેપારીઓ સહિતનાઓમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જેના ભાગરૂપે વિવિધ એસોશીએસનો દ્વારા પૂર્વ પાલિકા પ્રમુખને શ્રધ્ધાંજલી પાઠવવા એક દિવસનો શોક તેમજ શહેરની બજારો એક દિવસ માટે બંધ રાખી શ્રધ્ધાંજલી પાઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારો સવારથી સંપૂર્ણ બંધ રહી હતી. શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ, જવાહરચોક, ટાંકીચોક, મેઈન રોડ, માઈ મંદિર રોડ વગેરે વિસ્તારોમાં દુકાનદારો અને વેપારીઓએ સંપૂર્ણ બંધ પાડયો હતો જ્યારે શહેરના ૬૦ફુટ, ૮૦ ફુટ, વઢવાણ સહિતના વિસ્તારોમાં દુકાનો અને વેપાર-ધંધાઓ રાબેતા મુજબ શરૂ જોવા મળ્યા હતાં આમ શહેરી વિસ્તારોમાં વેપારીઓ અને દુકાનદારો બંધમાં જોડાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમ્યાન સ્વૈચ્છિક લોકડાઉન બાદ બજારો ખુલવાની હતી પરંતુ પાલિકાના પૂર્વ પ્રમુખના અવસાન બાદ શહેરી વિસ્તારમાં બજારો બંધ જોવા મળી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o2kmte
0 Response to "પાલિકાના પૂર્વ પ્રમુખનું અવસાન થતાં દુકાનદારો- વેપારીઓએ બંધ પાળ્યો"
Post a Comment