લીંબડીના મોટી કઠેચીથી કુમરખાણ સુધીનો કાચો રસ્તો રિપેર કરવા માંગ
સુરેન્દ્રનગર, લીંબડી : લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે લીંબડી તાલુકાના મોટી કઠેચીથી કુમરખાણ સુધીનો રસ્તો ઘણા વર્ષોથી ન બનતાં ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જે અંગે સ્થાનીક રહિશ ખલીલભાઈ સમા દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામથી માત્ર ત્રણ કિલોમીટર દુર આવેલ કુમારખાણ અને નાના શાહપુર ગામ વચ્ચેનો રસ્તો આઝાદી પછી એટલે કે છેલ્લા ૭૪ વર્ષથી પાકો બનાવવામાં આવ્યો નથી જેના કારણે મોટી કઠેચી ગામના અંદાજે ૩૦૦૦થી વધુ લોકોને હાલાકી પડી રહી છે અને કાચા રસ્તાના કારણે દર્દીઓ સહિત ડિલેવરીના કેસો તેમજ એમ્બ્યુલન્સને આવવામાં પણ હાલાકી પડતી હતી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે જે મામલે મોટી કઠેચી ગામના મહિલા સરપંચ વસંતબેન ભાંભરીયા સહિત સામાજીક કાર્યકર ખલીલભાઈ સમા સહિતનાઓએ સ્થાનીક ધારાસભ્ય કિરિટસિંહ રાણા સહિત તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉચ્ચકક્ષાએ મોટી કઠેચી ગામેથી કુમરખાણ સુધીનો રસ્તો પાકો બનાવવા રજુઆત કરી છે. આ ઉપરાંત આ રસ્તો કાચો હોય ગ્રામજનોને તેમજ નોકરીયાતોને અને વિદ્યાર્થીઓને અભ્યાસ સહિત અમદાવાદ તરફ અવર-જવરમાં હાલાકી પડી રહી છે ત્યારે તાત્કાલીક આ રસ્તો પાકો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tv73SV
0 Response to "લીંબડીના મોટી કઠેચીથી કુમરખાણ સુધીનો કાચો રસ્તો રિપેર કરવા માંગ"
Post a Comment