લોકભાગીદારી સાથે ગારિયાધાર એમ.ડી. પટેલ હાઇસ્કૂલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત

લોકભાગીદારી સાથે ગારિયાધાર એમ.ડી. પટેલ હાઇસ્કૂલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત


ગારિયાધાર

ગારિયાધારમાં કોવિડ પેશન્ટ માટે સુવિધા સભર ૧૦૦ બેડનું કેર સેન્ટર લોકભાગીદારીથી એમ.ડી. પટેલ હાઇસ્કૂલ ખાતે શરૂ કરાતા દર્દીઓમાં રાહતની લાગણી જન્મી છે.

ગારિયાધાર શહેર તથા તાલુકામાં કોવિડનો કહેર વધતો જતો હોય તાત્કાલિક ધોરણે અત્રેની એમ.ડી. પટેલ હાઇસ્કૂલ ખાતે સુધીરભાઇ વાઘાણી ટ્રસ્ટ તથા આમ આદમી પાર્ટી દ્વારા ૧૦૦ બેડની ક્ષમતાવાળુ, ઓક્સીજન, બેડ, દવાઓ, ખોરાક તથા સીસીટીવી, એમ્બ્યુલન્સ, ડોક્ટરોની ટીમ જેવી અદ્યતન સુવિધાયુક્ત કોવિડ કેર સેન્ટર શરૂ થતા પંથકમાં દર્દીઓમાં હાશકારો અનુભવાયો હોવાનું જાણવા મળેલ.

નોંધનીય બાબત છે કે સુધીરભાઇ વાઘાણી ટ્રસ્ટના સુધીરભાઇ દ્વારા અત્રેની સીતારામ હોસ્પિટલ ખાતે ૩૦ જેટલા બેડની કોવિડ વિભાગ તથા હોસ્પિટલમાં પણ મદદરૂપ તથા સંચાલનનો બહોળો અનુભવ છે. જ્યારે આમ આદમી પાર્ટીના પણ અન્ય મોટા શહેરોમાં કોવિડ કેર સેન્ટરો ચાલે છે જેમાં સેકડો દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઇ સાજા થયાના દાખલાઓ છે. જ્યારે હાલના આ કટોકટીના સમયમાં પંથકના નાગરિકો તથા શહેરીજનો માટે આશીર્વાદ સમાન ગણાતું આ પગલું કે જેમાં તાબડતોબ માત્ર સેવા ભાવના માટે લેવાયેલા આ નિર્ણયને ચો તરફથી આવકાર મળી રહેલ છે. ઉપરાંત પંથકના ફાચરીયા ગામે પણ મુળ વતની અને દેશ વિદેશમાં સ્થાયી થયેલા લોકો દ્વારા ૧૦ બેડનું આઇસોલેશન સેન્ટર પણ શરૂ કરાયેલ છે. જ્યારે પ્રસંગે આજરોજ સુધીરભાઇ વાઘાણી તથા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ તથા સામાજીક આગેવાનો સહિતના આગેવાનો હાજર રહી ગારિયાધાર કોવિડ સેન્ટરનો પ્રારંભ કરેલ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uuWil1

0 Response to "લોકભાગીદારી સાથે ગારિયાધાર એમ.ડી. પટેલ હાઇસ્કૂલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel