જે વિદ્યાર્થીએ ઘરમાં કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેને પ્રથમ વર્ષથી પીએચ.ડી. સુધીની ફી માફી
ભાવનગર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડા દ્વારા કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મીશન હેપી ટુ હેલ્પ શરૂ કરી કોવિડ-૧૯ના પીડીતો માટે નીચે મુજબના પાંચ મહત્વકાંક્ષી સેવાકિય નિર્ણયો લેવામાં આવ્યા. ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા, મેડિકલ સહાય, કારકિર્દીલક્ષી, પરિવાર સહાય, ટેલી કાઉન્સીલીંગ વ્યવસ્થા અંગે કાર્યક્રમ નિયત કરાયો હતો.
જ્યારે સમગ્ર ભાવનગર અને બોટાદ જિલ્લામાં કોરોનાના પેશન્ટ માટે ઓક્સીજન પ્લાન્ટ ઓછા પડી રહ્યા હોય ત્યારે આજની આ ઇ.સી.એ વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, આરોગ્ય મંત્રીને પત્ર પાઠવીને ભાવનગર અને બોટાદ જિલ્લા માટે ઓક્સીજન પ્લાન્ટ નાખવાની તૈયારી દર્શાવી છે તેના માટે જરૂરી મંજુરી અને યથોચિત નાણાકીય સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે તો યુદ્ધના ધોરણે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી અને ૨૪ બાય ૭ કામ કરી અને જરૂરીયાતમંદ દર્દીને ઓક્સીજન મળી રહે તે માટેની તત્પરતા બતાવેલ છે. સાથે ગરીબ પરિવારોને મદદરૂપ થવા માટે જરૂરી દવા માટે દસ લાખનું અનુદાન ફાળવેલ છે તેના માટે નિયત ડોક્ટરનું પ્રિસ્કીપ્શન અને નિયત કરેલ મેડિકલ સ્ટોર પરથી આ દવા જરૂરીયાતમંદ દર્દીને નિયત કરેલ મેડિકલ સહાય આપવાનું ઠરાવેલ છે.
કોરોના મહામારીમાં કોઇ વિદ્યાર્થીએ પોતાના માતા-પિતા કે ઘરમાં કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેવા વિદ્યાર્થીને નાણાના અભાવે (ફી) અભ્યાસ છોડવો ના પડે અને અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે પ્રથમ વર્ષથી લઇને પીએચ.ડી. સુધીના તમામ વિદ્યાર્થીની સંપૂર્ણ ફી માફી આપવાનું નક્કી થયેલ છે. તેમાં યુનિવર્સિટીના તમામ ભવનો, સંચાલિત કોલેજો, સંલગ્ન કોલેજો તમામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ રીતે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વાલીની ભૂમિકામાં આવીને તમામ વિદ્યાર્થીની ફીની જવાબદારી સ્વીકારીને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષણની અગત્યતાને ધ્યાનમાં લઇ ઉત્તમ નિર્ણય કરેલ છે તો ચાલુ અભ્યાસ દરમિયાન કોઇપણ વિદ્યાર્થી કોરોનાને કારણે અવસાન પામેલ હોય તો તેમના માતા-પિતાને પણ આર્થિક સહાય આપવાનું નક્કી કરેલ છે. જ્યારે અંતમાં લોકોમાં કોરોનાનો ખોટો ભય અને ડરના કારણે હતાશા અને નિરાશા આવતી હોય તેવા દર્દીઓની સાથે ટેલિફોનીક દ્વારા કાઉન્સિલીંગ કરી દર્દીઓને મનોવૈજ્ઞાાનિક ઢબે માનસિક રીતે સ્વસ્થ કરવાનું નિર્ણય પણ કરેલ છે. આવા દર્દીઓને કાઉન્સિલીંગ કરનાર કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને જમવાની જરૂરી સુવિધા પણ યુનિવર્સિટી દ્વારા પુરી પાડવામાં આવશે તેમ નક્કી કરવામાં આવેલ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eqCo57
0 Response to "જે વિદ્યાર્થીએ ઘરમાં કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેને પ્રથમ વર્ષથી પીએચ.ડી. સુધીની ફી માફી"
Post a Comment