
જો ચૂંટણી ટાણે બુથ ઉભા કરી શકાતા હોય તો વેક્સીનેશન માટે કેમ નહી ?
ભાવનગર
ઝડપી રસીકરણ કરવું હોય તો ચૂંટણીના મતદાનની ફોર્મ્યુલા અપનાવી શકાય. જો ઇલેક્શન કમિશન દ્વારા એક વોટ માટે બુથ ઉભુ કરી શકાતું હોય તો વેક્સીનેશન માટે કેમ નહી ? દરેક વોટર પોતાના બુથ પર જઇ વેક્સીન લઇ શકે. તમામ ચૂંટાયેલ ઉમેદવારે પોતાના વિસ્તારની કામગીરી કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી શકાય.
સરકાર દરેક બુથો પર જે તે વિસ્તારના મતદારો મતદાર કાર્ડ, આધારકાર્ડ લઇને જાય તો તેમને વેક્સીન આપવામાં આવશે તેવી જાહેરાત કરીને વેક્સીનેશન કાર્યને તેજ ગતિ આપી શકાય તેમ છે. ૧ બુથ પર રોજના ૧૦૦ જણને વેક્સીન આપવામાં આવે તો પણ એક બુથના તમામનું રસીકરણ ૧ અઠવાડીયામાં કોઇપણ ભીડભાડ વગર શાંતિથી થઇ શકે. આવી રીતે કામ થાય તો એક જ વિકમાં આખાય દેશમાં રસીકરણ લગભગ ૮૦ થી ૧૦૦ ટકા થઇ શકે. અને રાજકીય પક્ષો જેમ વધુ મતદાન થાય તે માટે મહેનત કરતા હોય છે તેમ રસીકરણ માટે પણ મહેનત કરી પોતાની ફરજ નિષ્ઠાને ઉજાગર કરી શકાય જે માટે પર્યાપ્ત માત્રામાં વેક્સીન હોવી પણ એટલી જ અગત્યની બાબત બની રહે છે.
0 Response to "જો ચૂંટણી ટાણે બુથ ઉભા કરી શકાતા હોય તો વેક્સીનેશન માટે કેમ નહી ?"
Post a Comment