કોરોનાના વધુ 322 કેસ નોંધાતા ફફડાટ, 9ના મોત

કોરોનાના વધુ 322 કેસ નોંધાતા ફફડાટ, 9ના મોત


- કોરોનાના કેસમાં સતત ચાર દિવસથી સરકારી ચોપડે થતો ઘટાડો પરંતુ લોકોએ સાવચેત રહેવુ જરૂરી 

- ૩૮૮ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ, ૪,૪૬૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર


કોરોના વાયરસના કેસ છેલ્લા ચાર દિવસથી ભાવનગર શહેર-જિલ્લામાં સરકારી ચોપડે ઘટી રહ્યા છે તેથી સરકારી તંત્ર અને લોકો માટે રાહતની વાત છે. આજે ગુરૂવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૩રર કેસ નોંધાયા હતાં. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. આજે કોરોનાથી ૯ લોકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામેલ છે. બુધવારની સરખામણીએ આજે ગુરૂવારે ૬૯ કેસનો ઘટાડો નોંધાયો હોવાનુ સરકારી આંકડા પરથી જણાય રહ્યુ છે. 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૩રર કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ર૪ર કેસ નોંધાયા હતા, જેમાં ૧પ૮ પુરૂષ અને ૮૪ સ્ત્રીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૮૪ કેસ નોંધાયા હતા, જેમાં ભાવનગર તાલુકામાં ૩૧, ઘોઘા તાલુકામાં ૧૭, તળાજા તાલુકામાં ૪, મહુવા તાલુકામાં ૧, વલ્લભીપુર તાલુકામાં ૨, પાલીતાણા તાલુકામાં ૧૮, સિહોર તાલુકામાં ૪ તેમજ જેસર તાલુકામાં ૩ કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૩૮૮ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી, જેમાં મહાપાલિકાના ર૮પ અને તાલુકામાં ૧૦૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. 

આજે ગુરૂવારે ભાવનગર જિલ્લામાં કોરોનાથી ૯ લોકોના મોત નિપજયા છે, જેમાં ભાવનગર શહેરમાં ૪ અને ગામડાઓના પ લોકોના સમાવેશ થાય છે. શહેરના ૪ મૃતકની કોઈ માહિતી મનપાએ જાહેર કરી નથી, જયારે જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા ૬પ વર્ષના વૃધ્ધ, ચુડી ગામે રહેતા ૭૦ વૃધ્ધ, સિહોર શહેરમાં રહેતા પ૦ વર્ષના આધેડ, ભૂતિયા ગામે રહેતા ૯૦ વર્ષના વૃધ્ધ અને વલભીપુર તાલુકાના શાહપુર ગામે રહેતા ૭૩ વર્ષના વૃધ્ધ વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૧૬,ર૦૦ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૪,૪૬૬ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ર૦૩ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ ધીમીગતીએ ઘટી રહ્યા છે પરંતુ લોકોએ હજુ સાવચેતી રાખવી જરૂરી છે. 

૯ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ર૦૩એ પહોંચ્યો 

કેટલાક સેન્ટર પર કોરોના પ્રતિરોધક રસી ખાલી થતા કચવાટ 

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી આપવાની કામગીરી ચાલુ છે, જેમાં કેટલાક લોકો રસીનો પ્રથમ ડોઝ તો કેટલાક લોકો રસીનો બીજો ડોઝ લઈ રહ્યા છે પરંતુ શહેરના કેટલાક આરોગ્ય સેન્ટર પર કોરોના પ્રતિરોધક રસી આજે ગુરૂવારે પણ ખાલી થઈ ગઈ હતી તેથી લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. બે દિવસ પૂર્વે પણ કોરોનાની રસીનો જથ્થો ખાલી થઈ ગયો હતો. પહેલા રેપીડ ટેસ્ટની કીટ ખાલી થઈ જતી હતી અને હવે રસીનો જથ્થો વારંવાર ખાલી થઈ રહ્યો છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલે શુક્રવારે કોરોનાની રસીનો જથ્થો આવી જશે તેમ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવેલ છે પરંતુ હાલ કોરોના પ્રતિરોધક રસી લેવા લોકોની કતારો લાગી રહી છે ત્યારે રસીનો પુરતો જથ્થો રાખવો જરૂરી છે. હાલ રસી ના હોવાના વાંકે લોકોને આરોગ્ય સેન્ટર સુધી ધક્કા થઈ રહ્યા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vL39Hg

0 Response to "કોરોનાના વધુ 322 કેસ નોંધાતા ફફડાટ, 9ના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel