ભાવનગરમાં કોરોનાના દર્દીઓ પરેશાન હતા ત્યારે ભાજપના નેતાઓ ના દેખાયા

ભાવનગરમાં કોરોનાના દર્દીઓ પરેશાન હતા ત્યારે ભાજપના નેતાઓ ના દેખાયા


- ખોબલે ખોબલે મત આપ્યા તે મતદારો પ્રત્યે ભાજપના નેતાઓએ સંવેદના ના દેખાડી, લોકોમાં રોષ : કાર્યક્રમમાં સામાજીક અંતરના ધજીયા ઉડયા છતા તંત્રએ પગલા ન લીધા  

ભાવનગર


પાર્ટીના આદેશના પગલે પશ્ચિમ બંગાળની ઘટનાનો વિરોધ આજે ગુરૂવારે ભાવનગર શહેરમાં ભાજપના અગ્રણી-કાર્યકરોએ કર્યો હતો. વિરોધ કરવાનુ ભાજપને સુજ્યુ હતુ પરંતુ ભાવનગરમાં કોરોનાના દર્દીઓ પરેશાન હતા ત્યારે ભાજપના નેતાઓ દેખાયા ના હતા તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોબલે ખોબલે મત આપ્યા તે મતદારો પ્રત્યે ભાજપના નેતાઓએ સંવેદના ના દેખાડી તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. આજના કાર્યક્રમમાં સામાજીક અંતરના પણ લીરા ઉડયા હતા છતા સરકારી તંત્રએ પગલા લીધા ન હતાં. 

ભાવનગર શહેરમાં આજે ગુરૂવારે બે સ્થળે ભાજપ અગ્રણી-કાર્યકરો પશ્ચિમ બંગાળની ઘટનાનો વિરોધ કર્યો હતો, જેમાં સવારે ૧૦ કલાકે ભાવનગરના પૂર્વના ધારાસભ્ય અને રાજ્યમંત્રીની આગેવાનીમાં ઘોઘાગેટ ચોક ખાતે અને સવારે ૧૧ કલાકે નિલમબાગ સર્કલ ખાતે પશ્ચિમના ધારાસભ્યની આગેવાનીમાં ધરણા-વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણી-કાર્યકરો હાજર રહ્યા હતાં. હાલ કોરોના મહામારીમાં કાર્યક્રમ કરવાની મનાય છે ત્યારે ભાજપ દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે અને તેમાં સામાજીક અંતરના નિયમના ધજીયા ઉડયા હતા છતા સરકારી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતાં. સરકારી તંત્રની પણ હાલ બેવડી નીતિ જોવા મળી રહી છે. સામાન્ય લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યા છે, જયારે રાજકીય કાર્યક્રમમાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. 

પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે તેવા આક્ષેપ સાથે ભાજપે વિરોધ કાર્યક્રમ આપ્યો હતો, વિરોધ કરવોએ લોકશાહીમાં દરેકનો હક્ક છે તેની સામે કોઈને વાંધો ના હોય પરંતુ ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના દર્દી અને તેના પરિવારજનો પરેશાન હતા ત્યારે ભાજપના નેતાઓ ઘરમાં પુરાય ગયા હોય તેમ દેખાતા ન હતાં. દર્દીઓને હોસ્પિટલમાં આસાનીથી બેડ મળતા ન હતા, ઈન્જેકશન, દવા, ઓકિસજન મળતા ન હતા ત્યારે ખરેખર લોકોને રાજકીય લોકોની મદદની જરૂર હતી ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓએ આંખ આડા કાન કર્યા હતાં. લોકોને મદદ કરવા કોઈ આગળ આવ્યુ ન હતું. લોકો પરેશાન હતા ત્યારે ભાજપના નેતાઓના પેટનુ પાણી હલતુ ન હતુ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે અને લોકો હાલ આવા નેતાઓની ટીકા કરી રહ્યા છે. ચૂંટણી વખતે રાજકીય નેતાઓ હાથ જોડતા હોય છે અને ચૂંટણી જીતી ગયા બાદ જયારે લોકોને મૂશ્કેલી હોય છે ત્યારે કહેવાતા રાજકીય સેવકો છુપાય જતા હોય છે તેમ લોકોમાં ચર્ચાય રહ્યુ છે. 

કોરોના મહામારીમાં હજારો દર્દી તેમજ તેના પરિવારજનોને ખુબ જ મૂશ્કેલી પડી છે ત્યારે ખરેખર રાજકીય નેતાઓેએ લોકોની મદદ આવવાની જરૂર હતી પરંતુ ખરા સમયે જ કોઈ દેખાયુ ન હતું. ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના પગલે ઘણા લોકોના મોત નિપજયા છે પરંતુ જો ખરા સમયે લોકોને મદદ મળી હોત તો આટલા લોકોના મૃત્યુ ના થાત તેમ જાણકારોમાં ચર્ચાય રહ્યુ છે. ઘણા લોકોની નજરમાંથી રાજકીય નેતાઓનુ માન ઉત્તરી ગયુ છે ત્યારે રાજકીય નેતાઓને હજુ ભુલ સુધારવાનો સમય છે તેમ જણાય રહ્યુ છે.  

સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને માજી નાણામંત્રીનું નિધન

ભાવનગરના અખબારી આલમના પીઢ અને સૌરાષ્ટ્ર સમાચારના મેનેજીંગ તંત્રી તથા રાજ્યના માજી નાણામંત્રી પ્રતાપભાઇ ટી. શાહ (ઉ.વ.૯૭)નું નિધન થતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. તેઓએ કોંગ્રેસ પક્ષ અને રેડક્રોસ, વૃધ્ધાશ્રમ, દિપક મેમોરીયલ ટ્રસ્ટ, સહકારી હાટ સહિત અનેક સંસ્થામાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેમના અવસાનથી વિવિધ સંસ્થા, મંડળો અને રાજકીય પક્ષો તેમજ અગ્રણીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f3d7wO

0 Response to "ભાવનગરમાં કોરોનાના દર્દીઓ પરેશાન હતા ત્યારે ભાજપના નેતાઓ ના દેખાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel