પતિને કોરોના થતા આઘાતમાં વૃધ્ધાએ ગળાફાંસો ખાઈ લીધો

પતિને કોરોના થતા આઘાતમાં વૃધ્ધાએ ગળાફાંસો ખાઈ લીધો


- બાજુમા રહેતો પુત્ર કોલ રીસવ નહી થતા જોવા ગયો ત્યારે માતા લટકતા મળતા આઘાતથી સ્તબ્ધ થઈ ગયો 

રાજકોટ


ગોંડલ રોડ નજીક ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સરલાબેન ઘનશ્યામભાઈ ગોહેલ નામના ૬૧ વર્ષના  વૃધ્ધાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પતિને કોરોના આવતા હાલત ગંભીર થતા આઘાતમાં આ પગલુ ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 

પ્રાપ્ત વિગતો મુજબ સરલાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સાસરે છે. જયારે પુત્ર પત્ની સાથે અલગ ઘર નજીક જ રહે છે. સરલાબેન પતિ ઉપરાંત નણંદ સાથે રહેતા હતા. બે દિવસ પહેલા જ કોરોનાને કારણે તેમના નણંદનું મોત નિપજયું હતું. 

ત્યારબાદ તેમના પતિને કોરોના થતા  સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં તેમની હાલત ગંભીર છે. આ પરિસ્થિતિ વચ્ચે ગભરાઈ ગયેલા સરલાબેનને બીજો કોઈ માર્ગ નહી દેખાતા આજે પોતાના ઘરે ગળાંફાંસો ખાઈ લીધો હતો. તેમનો પુત્ર ઘણાં સમયથી ફોન કરતો હતો. પરંતુ રીસવ નહી થતા તપાસ કરવા માતાના ઘરે પહોંચ્યો હતો. તે વખતે દરવાજો ખુલ્લો મળતા અંદર જઈ જોતા માતા લટકતા જોવા મળ્યા હતા. 

જાણ થતા માલવીયાનગરના એએસઆઈ જી.વાય.પંડયા સ્થળ પર પહોંચ્યા હતા. ૧૦૮ ને બોલાવતા તેના તબીબે આવી મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gYbQtL

0 Response to "પતિને કોરોના થતા આઘાતમાં વૃધ્ધાએ ગળાફાંસો ખાઈ લીધો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel