સમયસર વેન્ટીલેટર ન મળતા સમરસમાં ત્રણ દર્દીઓના મૃત્યુ
- રાજકોટ સિવિલમાં આઇસીયુ બેડની મર્યાદીત સંખ્યાને લીધે ઘણા દાખલ દર્દીઓનેય વેન્ટીલેટર પર લઇને બચાવી નથી શકાતા
રાજકોટ વેન્ટીલેટર્સની કોઇ કમી નથી એવો દાવો સરકારી તબીબોથી માંડીને મહેસુલી અધિકારીઓ તથા નેતાઓ-મંત્રીઓ પણ વારંવાર કરતાં હોય છે. પરંતુ હકીકત એ છે કે પંદર લાખથી વધુની વસ્તીમાંથી આવતા ગંભીર કેસોની મોટી સંખ્યા સામે હજુ વેન્ટીલેટર્સ રોકડા ૬૪૦ જ છે અને તેમાથી પણ સિવિલમાં તો માત્ર ૨૦૧ જ છે. સમરસ હોસ્ટેલ ખાતેથી સમયસર સિવિલ નહી ખસેડી શકાયાના કારણે જ આજે પણ ત્રણ દર્દીના મોત નિપજયા છે.
સમરસ હોસ્ટેલ ખાતે ગત તા. ૪ એપ્રિલથી પુનઃ ઓક્સિજન બેડની સગવડ સાથેનું ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરાયું ત્યારથી ૨૫ મી એપ્રિલ સુધીમાં જ રોજ થોડા થોડા કરીને જેમની તબીયત લથડી હોય એવા ૧૦૨૫ દર્દીઓને સમરસમાંથી ઘનિષ્ઠ સારવાર માટે સિવિલ ખસેડવા પડયા હતા. ગત સપ્ટેમ્બરમાં કોરોના કહર ટોંચ પર હતો ત્યારે આ સંખ્યા ૨૪૫ હતી.
ગઇ કાલે જેમની તબિયત લથડી તેવા ૪૫ દર્દીઓ વેન્ટીલેટર પર સિવિલમાં શિફટ થવા વઇટીંગમાં હતા. પરંતુ સિવિલમાં વેન્ટીલેટરવાળા બેડ ખાલી ન હોવાથી એ સ્થળાંતરિત ન થઇ શકયા અને તેમાના ત્રણે દમ તોડી દીધો હતો. આ વાતને સત્તાવાર પુષ્ટિ પણ મળે છે. આજે પણ વેન્ટીલેટર પર ખસેડવા પડે એવા ૪૬ દર્દીઓ વેઇટીંગમાં છે. સુત્રોએ જણાવ્યુ કે ઘણીવાર તો એક થી બીજે સ્થળે ખસેડાતા હોય ત્યાં રસ્તામાં જ કોઇ કોઇ દર્દી મૃત્યુ પામે છે,તો શિફટીંગની જરૂરીયાતવાળાને બેડ મળે ત્યા સુધી મોટાભાગના ઝઝૂમીને ટકી પણ રહે છે.
છેલ્લા એક મહિનામાં રાજકોટ ૧૩૫ વેન્ટીલેટર વધ્યાનું પરંતુ એ સગવડ ખાનગી હોસ્પીટલોનેજ મળ્યાનું પમ સરકારી આંકડાઓ પરથી ફલિત થાય છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. આર.એસ. ત્રિવેદુનું આ મુદ્દે કહેવું છે કે ખાનગી હોસ્પીટલોને વેન્ટીલેટરોની જરૂર હોય તો ત્યા પમ મોકલાય છે અને કોવિડ આઇસીયુ વોર્ડમાં ૧૫૫ આર.આઇ.સી.માં ૫૦ થી વધુ વેન્ટીલેટર્સ છે. સમરસમાંથી સિવિલમાં આવવાનું વેઇટીંગ હોય તો પણ મોટેભાગે મેનેજ થઇ જાય છે.
જોકે વાસ્તવિકતા એ છે કે સિવિલના ૨૦૦ થી વધુ પ્રાયવેટ હસ્સ્પિટલના ૪૦૦ થી વધુ અને કેન્સર કોવિડ હોસ્પિટલના ૨૦ વેન્ટીલેટર એક કલાક માટે પણ ખાલી રહી શકતા નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uj0q7y
0 Response to "સમયસર વેન્ટીલેટર ન મળતા સમરસમાં ત્રણ દર્દીઓના મૃત્યુ"
Post a Comment