તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો થયો પ્રારંભ
- ગૌમાતાના લાભાર્થે પ્રથમ બોકસનું ૧૧ હજારમાં વેંચાણ : ગત વર્ષે યાર્ડમાં કેરીના ૬.૭૮ બોકસ વેચાણે આવ્યા હતા
તાલાલા પંથકનું સુપ્રસિધ્ધ અમૃતફળ કેસર કેરીની સિઝનનો માર્કેટીંગ યાર્ડમાં શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે દસ કિલોગ્રામના ૫૬૦૦ બોકસની આવક થઇ હતી. કેરીના બોકસના સરેરાશ ભાવ રૂા. ૪૫૦ રહ્યાં હતા. જ્યારે પ્રથમ બોકસનું ગાયમાતાના લાભાર્થે ૧૧ હજારમાં વેંચાણ થયું હતું.
તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઇ શિંગાળાના હસ્તે પ્રારંભ થયેલ હરરાજીમાં પ્રથમ બોકસ ગાયમાતાના લાભાર્થે રૂા. ૧૧ હજારમાં વેંચાણ થયું હતું. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવશે આવેલ કેરીના બોકસ પૈકી સૌથી સારી કવોલેટીની કેરીના એક બોકસનું રૂા. ૭૫૦ માં વેંચાણ થયું હતું. જયારે નબળી કેરીનું રૂા. ૩૦૦ લેખે વેંચાણ થતાં પ્રથમ દિવસે એક બોકસના સરેરાસ ભાવ રૂા. ૪૫૦ રહ્યાં હતા. જે ગત વર્ષ કરતા ઉંચા છે. ગત વર્ષે પ્રથમ દિવસે દશ કિલોગ્રામના ૫૫૦૦ બોકસ આવ્યા હતા અને સારી કવોલેટીની કેરી એક બોકસનું રૂા. ૬૦૦ લેખે વેંચાણ થયુ હતું. જયારે નબળી કેરીનું રૂા. ૨૫૦ માં વેંચાણ થતા ગત વર્ષે એક બોકસ કેરીના સરેરાશ ભાવ રૂા. ૩૭૫ રહ્યા હતા.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષ કેસર કેરીની સિઝન તા. ૧૦ મી મેથી શરૂ થઇ હતી. જે ૩૭ દિવસ ચાલી હતી. આ દરમ્યાન દસ કિલોગ્રામના ૬ લાખ ૮૭ હજાર બોકસ યાર્ડમાં વેંચાણમાં આવ્યા હતા. સિઝન દરમ્યાન થયેલ કેરીના વેંચાણ પૈકી એક બોકસનો સરેરાસ ભાવ રૂા. ૪૧૦ આવ્યા હતા. જે છેલ્લા બે દાયકાના સૌથી વધુ હોય, તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનોએ કેરીના ભાવથી સંપૂર્ણ સંતોષ વ્યકત કર્યો હતો.
કેસર કેરીનો પાક ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો હોય, આ વર્ષે કેસર કેરીના ભાવ ગત વર્ષ કરતા ઉંચા રહેશે તેમ તાલાલા પંથકના કેસર કેરીના ખરીદ વેચાણ કરતા અનુભવીઓએ અંદાજ વ્યક્ત કર્યો છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે સારી ગુણવત્તાથી ભરપુર કેસર કેરીના એક બોકસનું રૂા. ૭૫૦ માં વેચાણ થતા તાલાલા યાર્ડમાં કેરી વેચવા આવેલ ખેડૂતોમાં ખુસી જોવા મળી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b2DwtB
0 Response to "તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો થયો પ્રારંભ"
Post a Comment