જી.કે.માં આરએસએસના કાર્યકરોને મંજૂરી, કોંગ્રેસના પ્રવેશ પર પ્રતિબંધ

જી.કે.માં આરએસએસના કાર્યકરોને મંજૂરી, કોંગ્રેસના પ્રવેશ પર પ્રતિબંધ

ભુજ, સોમવાર 

કોરોના મહામારીમાં જી.કે જનરલ હોસ્પિટલમાં સેવાકાર્ય અને દર્દીઓને મદદરૃપ થવા આરએસએસના કાર્યકરોને મંજુરી આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસના કાર્યકરોને અંદર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાતા ભારે રોષ ઉભો થયો છે.  અદાણીમેનેજમેન્ટ દ્વારા જી.કેમાં સારવારની કામગીરીના છીંડા ઢાંકવા ભેદભાવભર્યું પગલું ભર્યાનો આક્ષેપ કરીને તાત્કાલિક અસરાથી કોંગ્રેસની ટીમને દર્દીઓની મદદ માટે મંજુરી અપાય તેવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા કલેકટરને કરવામાં આવી છે. 

આ અંગે સેક્રેટરી રફીક મારાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ માસાથી હોસ્પિટલમાં કોરોનાના દર્દી તાથા અન્ય દર્દીઓને મદદરૃપ થતા રહીએ  છીએ. પરંતુ છેલ્લા બે દિવસાથી મને અને મારી ટીમના સભ્યોને જી. કે જનરલ હોસ્પિટલમાં અંદર પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી છે. અંદર જતાં હોસ્પિટલના સિક્યુરીટી  ગાર્ડ તાથા પોલીસ બોલાવીને  રોકવામાં આવે છે. જણાવવામાં આવે છે કે, મેનેજમેેન્ટ દ્વારા તમને પ્રવેશ ન આપવો તેવું જણાવાયું છે. બીજીતરફ કોરોના દર્દીઓ તાથા એમના વાલીઓ અમને ફોન પર તાથા રૃબરૃમાં જણાવે છે. કે દદીઓને અંદર યોગ્ય સારવાર મળતી નાથી. ત્યારે  કોંગ્રેસી કાર્યકરોને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે. અદાણી મેનેજમેન્ટ વતી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.હિરાણીને પુચ્છતા તેઓ કલેકટર પર દોષનો ટોપલો ઢોળીને જણાવે છે કે, અમને કોઈ ઓાથોરીટી નાથી. કલેકટર કચેરીથી આરએસએસના સ્વયંસેવકોને મંજુરી મળેલી છે .  છેલ્લા ૩ દિવસાથી આરએસએસના સ્વયંસેવકો હોસ્પિટલમાં તંબુ બાંધીને કામગીરી કરી રહ્યા છે.  તેમજ કંટ્રોલરૃમમાં પણ તેઓને જવાબદારી સોંપાઈ છે.  જો તેઓને મેનેજમેન્ટ આૃથવા કલેકટર પરવાનગી આપતા હોય તો અન્ય સામાજીક સંસૃથા કે કોંગ્રેસને દર્દીઓને મદદરૃપ થવા શા માટે મનાઈ ફરવામાઈ છે. શું વહીવટીતંત્ર તાથા જી.કે જનરલ હોસ્પિટલની પોલપોલં બહાર ન આવે તે માટે અમારા પર પ્રતિબંધ ફરમાવીને ઢાંકપીછાડો કરવામાં આવી રહ્યો છે. જો કોંગ્રેસ પક્ષના કાર્યકરોને જનસેવાનો અિધકાર નાથી તે સવાલ સાથે કલેકટરને તાત્કાલિક અસરાથી અન્યોને  જેમ કોંગ્રેસને પણ પ્રવેશ અપાય તેવી માંગણી કરાઈ છે. 

આરએસએસને જી.કે દ્વારા મંજુરી અપાઈ છે : તંત્ર

કલેકટર દ્વારા આરએસએસના કાર્યકરોને સેવા કરવાની મંજુરી અપાઈ છે તેવા આક્ષેપ મુદે પ્રાંત અિધકારી મનીષ ગુરવાનીને પુચ્છતા તેઓએ જણાવ્યું હતું કે, અમને કોઈને મંજુરી આપવાનો સવાલ જ નાથી. આરએસએસના કાર્યકરોને દર્દીઓના સગાઓ માટે ચા-નાસ્તાની વ્યવસૃથા કરવા ઈચ્છતા હતા. તેઓની મેડીકલ સુપ્રિન્ટેન્ડેટ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખુદ જી.કે દ્વારા તેઓને મંજુરી અપાઈ છે. અમારા દ્વારા આ ઈશ્યુમાં મંજુરી આપવાનો કોઈ પ્રશ્ન જ નાથી.

કોંગ્રેસના કાર્યકરોને મનાઈ નથી કરી : જી.કે

આ ડખ્ખા બાબતે જી.કેના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. હિરાણીને પુચ્છતા તેઓએ ફેરવી તોળીને જણાવ્યું હતું કે, ભાજપ- કોગ્રેસ જેવી કોઈ વાત નાથી. હોસ્પિટલમાં આવવાની તમામને છુટ છે. અમારા દ્વારા કોઈ મનાઈ કરાઈ નાથી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ei3WK2

0 Response to "જી.કે.માં આરએસએસના કાર્યકરોને મંજૂરી, કોંગ્રેસના પ્રવેશ પર પ્રતિબંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel