મુંદરામાં ઓક્સિજન બેડ હાઉસફુલ કોરોના દર્દીઓની રઝળપાટ શરૃ
મુંદરા,તા.૩
મુંદરામાં અનેક કંપનીઓ આવેલી છે પરંતુ હાલે કોઈ પોતાની સામાજિક જવાબદારી અદા કરી રહી નાથી. અદાણી કંપની સામે ત્રણ દિવસ પુર્વે લોકોએ વિરોધ પ્રદર્શન કરીને ૧૫૦ ઓક્સિજન બેડ શરૃ કરવાની માંગ કરી હતી. જેમાં ૫ કલાકની રકઝક બાદ ૧૦૦ બેડની હોસ્પિટલ સુવિાધા આપવા કંપનીએ ખાત્રી ઉચ્ચારી હતી. જેમાંથી પ્રાથમ ૫૦બેડ શરૃ કરાયાને ત્વરીત ભરાઈ જતાં ફરી દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. મહાકાય કંપની હોવાછતાં પોતાની ક્ષમતા સામે માત્ર ગણતરીના ઓક્સિજન બેડ આપીને ફરજ બજાવ્યાનો સંતોષ વ્યકત કરી લેતા લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે.
મુંદરા તાલુકામાં કોરોના બેકાબુ બન્યો છે.મુંદરામાં અદાણી હોસ્પિટલ, એલાયન્સ,મીમ્સ હોસ્પિટલમાં ગઈકાલે એકપણ ઓક્સીજન બેડ ખાલી ન હોતા દર્દીઓ રઝળપાટ કરતા નજરે પડયા હતા. ગંભીર સિૃથતીમાં દર્દીઓને ભુજ આવવાની ફરજ પડી હતી,પરંતુ ભુજમાં પણ એ જ સિૃથતિ હોતા ફરી દર્દીઓને પોતાના ગામ પરત આવવું પડયું હતું. આમ, અતિ કફોડી સિૃથતીમાં રહેલા દર્દીઓ આખો દિવસ હેરાન થયા હતા. મુંદરા તાલુકામાં અનેક મહાકાય કંપનીઓ હોવાછતાં સામાજિક દાયિત્વ નિભાવવામાં પાછી પડી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અદાણીનું મુખ્ય કાર્યક્ષેત્ર મુંદરા પોર્ટ છે, વિશ્વની નામાંકિત કંપનીમાં તેની ગણના થાય છે ત્યારે માત્ર ૧૦૦ બેડની સુવિાધા આપવાનો વાયદો કરીને પોતાની જવાબદારીમાંથી છટકી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલે તેમાંથી૫૦ બેડ શરૃ કરાયા છે જે પણ તરત જ ફુલ થઈ ગયા છે. ત્યારે વાધતા જતાં કેસ સામે ૫૦૦ બેડની સુવિાધા ઉભી કરાય તેવી માંગણી અને જરૃરીયાત છે.
તાલુકાની જિંદાલ,એમઆઈસીટી જેવી કંપની ક્યારે આગળ આવશે?
મુંદરા તાલુકામાં અદાણી ઉપરાંત જિદાલ, એમઆઈસીટી જેવી અનેક કંપનીઓ આવેલી છે પરંતુ કોરોનાકાળમાં કોઈ જવાબદારી નિભાવી રહી નાથી. લોકોને સામેાથી વિરોધ કરવા પડે તેવી શરમજનક સિૃથતિ ઉભી થઈ છે. ત્યારે નિંભરતા છોડીને તાલુકાની તમામ કંપનીઓ સંકલન કરીને ઓક્સિજન , વેન્ટીલેટર સહિતની સુવિાધા સાથે ઓછામાં ઓછી ૫૦૦ બેડની કોવિડ હોસ્પિટલ નું યુધૃધના ધોરણે નિમાર્ણ કરે તેવી માંગ કરાઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ecLvWS
0 Response to "મુંદરામાં ઓક્સિજન બેડ હાઉસફુલ કોરોના દર્દીઓની રઝળપાટ શરૃ"
Post a Comment