અંજારમાં જોરદાર પવન સાથે અડધો ઈંચ વરસાદ : માર્ગો પર પાણી વહી નીકળ્યા
ભુજ,સોમવાર
કચ્છમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર તળે કમોસમી વરસાદ પડયો હતો. અંજાર શહેરમાં ભારે પવન સાથે બપોર બાદ અંદાજે અડાધો ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. ભુજના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.
જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી બપોર બાદ અષાઢી માહોલ છવાઈ જાય છે. કમોસમી વરસાદનો દોર જારી રહેવા પામ્યો છે. હવામાન વિભાગની આગામી વચ્ચે અંજારમાં બપોર બાદ વાતાવણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જોરદાર પવન સાથે વરસાદી ઝાપટુ પડયું હતું. શહેરના ગંગા નાકા, દબડા વિસ્તાર, મહાદેવનગર સહિતના ભાગોમાં વરસાદની હાજરી નોંધાઈ હતી. અંદાજે અડાધા ઈંચ જેટલું પાણી વરસી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. માર્ગો પરાથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભુજ તાલુકાના રેહા, હાજાપર, જદુરા, વરલી, થરાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડયા હતા. શેરીઓમાંથી પાણી વહેતા થયા હતા. બાળકોએ વરસાદમાં નહાવાનો આનંદ લીધો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SnIzhQ
0 Response to "અંજારમાં જોરદાર પવન સાથે અડધો ઈંચ વરસાદ : માર્ગો પર પાણી વહી નીકળ્યા"
Post a Comment