કચ્છમાં કોરોનાથી ત્રણ મોત સાથે ૧૮૭ નવા પોઝિટિવ કેસ
ભુજ, સોમવાર
કચ્છમાં આજે કોરોના થકી ૩ દર્દીઓના મોત સાથે ૧૮૭ કોરોના પોઝિટીવ જણાયા હતા. જેાથી એક્ટિવ કેસની સંખ્યા ૨૬૫૬ પહોંચી ગઈ છે.
કચ્છમાં ૭૪ દર્દીઓ સ્વસૃથ થતાં ઘરે પરત ફર્યા છે. જ્યારે બીજીતરફ શહેરોમાં કોરોનાનો કહેર વાધતો જાય છે. ભુજમાં ૫૫, ગાંધીધામમાં ૫૩, અંજારમાં ૧૯, રાપરમાં ૨૭, અબડાસામાં ૭, ભચાઉમાં ૮, લખપતમાં ૪,માંડવીમાં ૪,મુંદરામાં ૨, નખત્રાણામાં ૬ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં ૧૩૪ કેસ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ૫૩ કેસ જણાયા છે. હાલે કુલ મોતનો આંક ૨૦૪, આજ સુાધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ ૮૬૯૫ તાથા સાજા થઈ રજા આપેલ કેસ ૫૯૨૭ થયા છે.
ભુજ જેઆઈસીમાં પાકિસ્તાની કેદીને કોરોના પોઝિટિવ
કોરોનાએ ઉત્પાત મચાવ્યો છે ત્યારે ભુજ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર પણ હવે બાકાત રહ્યું નાથી. જેઆઈસીમાં બંદીવાદ પાકિસ્તાની કેદી કોરોના પોઝિટિવ આવતા જવાબદારોમાં દોડાધામ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જેઆઈસીમાં કેદ કરાયેલા ૨૪ વર્ષીય પાકિસ્તાની કેદી અબ્દુલ નુરમામદને ઉલ્ટી થતાં જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં કેદીનો કોરોના ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેને સિવિલમાં સારવાર અપાઈ રહી છે. બીજીતરફ જ્યાં પંખી પણ ન ફરકી શકે તેવા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રહેતા જેઆઈસીમાં કેદીમાં પોઝિટિવ નોંધાતા સમગ્ર પ્રશાસન હરકતમાં આવ્યું છે. અહીં રહેતા તમામ કેદીઓની તબીબી ચકાસણી શરૃ કરાઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ePu6mq
0 Response to "કચ્છમાં કોરોનાથી ત્રણ મોત સાથે ૧૮૭ નવા પોઝિટિવ કેસ"
Post a Comment