લીંબડી શહેરમાં નિઃશુલ્ક આઈસોલેશન સેન્ટર ખૂલ્લું મૂકાતા દર્દીઓને રાહત

લીંબડી શહેરમાં નિઃશુલ્ક આઈસોલેશન સેન્ટર ખૂલ્લું મૂકાતા દર્દીઓને રાહત


લીંબડી : લીંબડી શહેર અને આસપાસના ગામોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી ચુક્યું છે અને દરરોજ મોટીસંખ્યામાં અનેક લોકો કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે ત્યારે લીંબડી ખાતે આવેલ નિલકંઠ વિદ્યાલય અને સેવાયજ્ઞા ચેરીટેબલ ટ્રસ્ટ પાણશીણાના સહયોગથી ૫૦ બેડનું નિઃશુલ્ક આઈસોલશેન સેન્ટર કાર્યરત કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

લીંબડી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને લીંબડી શહેરની તમામ કોવીડ હોસ્પીટલો કોરોના દર્દીઓથી ફુલ જોવા મળી રહી છે. ત્યારે લીંબડી શહેર અને તાલુકાના દર્દીઓને કોરોનાની સારવારમાં હાલાકી ન પડે તેવાં હેતુથી લીંબડી નિલકંઠ વિદ્યાલય અને પાણશીણાના સેવાયજ્ઞા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ૫૦ બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક આઈસોલેશ સેન્ટરમાં સામાન્ય કોવીડ લક્ષણો ધરાવતાં ૬૦ વર્ષથી નીચેની ઉંમરના દર્દીઓ જેઓને ઘરે અલગથી રહેવાની સુવિધાઓ નથી તેઓને દાખલ કરવામાં આવશે અને રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ તકે નિલકંઠ વિદ્યાલયના સંચાલક લાલભાઈ પટેલના માતુશ્રી લાભુબેન પટેલ તેમનો પરિવાર સહિત હસુભાઈ રામી, કમલેશભાઈ વસોયા, કિશોરભાઈ વાણેચા, વિમલભાઈ બુટીયા, પ્રવિણભાઈ નડીયાદ્રા, ભરતભાઈ પટેલ, પ્રકાશભાઈ અલગોતર, રાજેશ ખાંદલા, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ જાડેજા, પીએસઆઈ ચૌધરી, સીપીઆઈ રામ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, નર્સીંગ સ્ટાફ, ડોક્ટર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vIdgMZ

0 Response to "લીંબડી શહેરમાં નિઃશુલ્ક આઈસોલેશન સેન્ટર ખૂલ્લું મૂકાતા દર્દીઓને રાહત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel