વિરમગામની હોસ્પિટલોમાં સારવાર લેતા કોરોના દર્દીઓને ભોજન આપવાનો સેવાયજ્ઞ
ડુમાણા : કોરોનાના કપરા કાળમાં દર્દી નારાયણની સેવા માટે લોકો આગળ આવીને માનવતાની જ્યોત પ્રગટાવી રહ્યા છે ત્યારે આવો જ એક સેવા યજ્ઞા વિરમગામ શહેરમાં ચાલી રહ્યો છે. શહેરની હોસ્પિટલમાં સારવાર લેતા કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનોને માલધારી સેનાના યુવાનો દ્વારા દરરોજ વિનામૂલ્યે બે ટાઈમ ટિફીન આપવામાં આવી રહ્યાં છે.
વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે તેવામાં વિવિધ જગ્યાઓ પર સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે માનવતાના દર્શન થઇ રહ્યા છે. ગુજરાત માલધારી સેના તેમજ સેવાભાવી યુવાનો દ્વારા વિરમગામ શહેરમાં વિવિધ જગ્યાઓ પર હોસ્પિટલોમાં દરરોજ બે સમય કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના સંબંધીઓને નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવી છે. દરરોજ દાળ, ભાત, શાક, કઠોળ, રોટલી સહિતનું ભોજન બે વખત પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર સેવાકાર્યમાં ગુજરાત માલધારી સેના અધ્યક્ષ પંકજભાઈ ચાવડા તતા તેમની ટીમ નવઘણભાઈ મેવાડા, ઝીણાભાઈ મેવાડા, અમૃતભાઈ મોઢવા, વિષ્ણુભાઈ ભરવાડ, કિશન ઝાપડા, વિજય સભાડ, લાલજી મુંધવા તેમજ જય ગોપાલ હોટલના સહયોગથી આ સેવાકાર્ય ચાલી રહ્યું છે.
કોરોના સંક્રમણ સમયે વિરમગામની હોસ્પિટલ અને દવાખાનામાં દાખલ થયેલ સર્વે દર્દીને વિનામૂલ્યે ટિફિન સેવા આપી રહ્યા છે. કોરોના સંક્રમણ સમયે વિનામૂલ્ય માત્ર સેવાના ભાવથી ૨૦૦ જેટલા ટિફિનની સેવા પૂરી પાડે છે. લોકોની સેવા માટેનો આ ઉત્તમ કાર્ય જે આજે મુસીબત સમયે શ્રેષ્ઠ માનવતા દર્શાવી છે.
આવી મહામારીમાં કોઈપણ જાતનો સહેજ પણ વિચાર કર્યા વિના આવો સૌ સાથે મળીને કોરોનાને હરાવીએ એવા મક્કમ વિચાર સાથે આ નિઃસ્વાર્થભર્યું જે ઉદાહરણ પૂરું પાડયું છે. આવા યુવાનોને અને તેમજ સેવાયજ્ઞા કરનાર તમામને લોકો સલામ કરે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nN1oqg
0 Response to "વિરમગામની હોસ્પિટલોમાં સારવાર લેતા કોરોના દર્દીઓને ભોજન આપવાનો સેવાયજ્ઞ"
Post a Comment