દસાડા ગ્રામ પંચાયતે કેટલાક વિસ્તારોમાં 20 દિવસથી પાણી ન આપતા રોષ જાગ્યો

દસાડા ગ્રામ પંચાયતે કેટલાક વિસ્તારોમાં 20 દિવસથી પાણી ન આપતા રોષ જાગ્યો


બગોદરા : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વર્ષો જુની છે જીલ્લામાં એશીયાનું સૌથી મોટું પંપીંગ સ્ટેશન આવેલું હોવા છતાં જીલ્લાના અનેક તાલુકાઓમાં લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે ત્યારે દસાડા ગ્રામ પંચાયત દ્વારા અમક વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતાં મહિલાઓ અને રહિશો ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉમટી પડયાં હતાં અને પાણીના મુદ્દે હલ્લાબોલ કર્યો હતો.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દસાડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ૨૦ દિવસથી અમુક વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતાં મોટીસંખ્યામાં ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્થાનીક રહિશો અને મહિલાઓ ઉમટી પડી હતી અને સાથે ગ્રામ પંચાયતના સભ્યો પણ જોડાયા હતાં. 

જ્યારે રહિશોના જણાવ્યા મુજબ સરપંચ હંમેશા અમદાવાદ જ રહેતા હોય ક્યારેક જ ગ્રામ પંચાયતમાં આવે છે જ્યારે બીજી બાજુ તલાટી પણ અનિયમીત છે અને ગ્રામ પંચાયત રામ ભરોસે ચાલી રહી છે. પાણી ઉપરાંત પંચાયતના કંમ્પાઉન્ડમાં જ ગંદકી જોવા મળી રહી છે તેમજ સમગ્ર ગામમાં નિયમીત સફાઈના અભાવે ઠેરઠેર કચરો અને ગંદકીના ઢગલાઓ જોવા મળે છે. જે અંગે અનેક વખત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી હાલ રમજાન માસ ચાલી રહ્યો છે અને બીજી બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે છેલ્લા ૨૦ દિવસથી ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી આપવામાં ન આવતાં લોકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. જ્યારે સ્થાનીક મહિલાઓના જણાવ્યા મુજબ સભ્યોનું પણ કોઈ સાંભળતું નથી આમ દસાડા ખાતે પાણી માટે લોકોને હાલાકી પડતાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલીક પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h3iyPc

0 Response to "દસાડા ગ્રામ પંચાયતે કેટલાક વિસ્તારોમાં 20 દિવસથી પાણી ન આપતા રોષ જાગ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel