અમને પાયોનિયર હોસ્પિટલના સત્તાધીશો દર્દીઓ અંગે સાચી જાણકારી નથી આપતા, સ્વજનોનો આક્ષેપ
વડોદરાઃ કોવિડની સારવાર માટે આજવારોડ પર શરૃ કરવામાં આવેલા પાયોનિયર હોસ્પિટલમાં પણ દર્દીઓના સગાને સાચી માહિતી આપવામાં આવતી નથી.અને સારવારમાં પણ યોગ્ય દરકાર રાખવામાં આવતી નથી.તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
પાયોનિયર હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા નૂતનબેન મકવાણાએ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે,ગત રવિવારે અમારા પેશન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બે દિવસ પછી અમને કહેવામાં આવ્યુ કે,તમારા પેશન્ટની તબિયત સ્ટેબલ છે.એટલે તેઓને પાયોનિયર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે.
અમારા પેશન્ટને એમ્બ્યુલન્સમાં અહીંયા લાવવામાં આવ્યા તે અમે જોયુ.અહીંયા દાખલ થયાના બે દિવસ પછી અમારા પેશન્ટનો મોબાઇલ ફોન બંધ થઇ ગયો હતો.અમે કંટ્રોલરૃમમાં જઇને કીધું કે અમારા પેશન્ટ સાથે અમારી વાત કરાવો .પણ ત્યાંથી એવો જવાબ આપવામાં આવ્યો કે,વાત કરાવવાનું શક્ય નથી.અમને એવુ પણ કહેવામાં આવ્યુ હતું કે,તમારા પેશન્ટને ઘેનની દવા આપવામાં આવે છે.એટલે તેઓ સતત ઉંઘે છે.અને એટલે તેમનો મોબાઇલ બંધ આવે છે.પેશન્ટ ત્રણ દિવસ સુધી બેભાન રહે તેટલી ઘેનની દવા આપવામાં આવે છે?આજે સવારે દશ વાગ્યે અમે કંટ્રોલરૃમમાં અમારા પેશન્ટની અપડેટ પૂછી તો એવો જવાબ આપવામાં આવ્યો કે,તમારા પેશન્ટની તબિયત સારી છે.તેમને ૭ લીટર ઓક્સિજન આપવામાં આવે છે.ત્યારબાદ અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરાવવા માટે હોસ્પિટલમાં દશ જ મિનિટમાં આવી ગયા હતા.ત્યારે અમને એવુ કહેવામાં આવે છે કે,તમારૃ પેશન્ટ વેન્ટિલેટર પર છે.
અમે કીધુ કે,અમારે પેશન્ટને એકવખત જોવુ છે.અમે પીપીઇ કીટ પહેરીને જઇશુ .પરંતુ,તે માટે પણ અમને ના પાડી દેવામાં આવી હતી.અને થોડી જ વારમાં મેસેજ આપ્યો હતો કે,પેશન્ટનું મોત થયુ છે.મારી એક જ વિનંતી છે કે,આવી હોસ્પિટલમાં કોઇ સારવાર લેવા આવે નહી,આવી હોસ્પિટલ બંધ થઇ જવી જોઇએ.
જ્યારે પોતાની માતાને સારવાર માટે પાયોનિયર હોસ્પિટલમાં દાખલ કરનાર સચિન પટેલે જણાવ્યુ ંહતુ ંકે,મારી માતાને સયાજી હોસ્પિટલમાંથી અહીંયા લાવવામાં આવ્યા હતા.અહીંયા કોઇ વ્યવસ્થા જ નથી.મારી મમ્મી સાથે મારી વાત કરાવતા જ નથી.મે મારો એક ફોન અંદર મોકલ્યો હતો.પરંતુ,તે ફોન મારી મમ્મી સુધી પહોંચ્યો જ નથી.કંટ્રોલરૃમ પર આવીને તપાસ કરવામાં આવે તો નર્સ જ જવાબ આપી દે છે કે,તમારા પેશન્ટની તબિયત સારી છે.આજે બીજો ફોન મેં મારી મમ્મી માટે મોકલ્યો ત્યારે મારી વાત થઇ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nNbFma
0 Response to "અમને પાયોનિયર હોસ્પિટલના સત્તાધીશો દર્દીઓ અંગે સાચી જાણકારી નથી આપતા, સ્વજનોનો આક્ષેપ"
Post a Comment