ભુજની હોસ્પીટલમાંથી નાસી છુટયા બાદ નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયો
- નિખિલને ભગાડવામાં જાપતામાં રહેલા પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ અલીમામદ લંઘાની સંડોવણી ખુલી
ગુજસીટોકનો નામચીન આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ દોંગા ધુળેટીની વહેલી સવારે ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાંથી નાસી છુટયા બાદ આજે ઉતરાખંડના નૈનિતાલથી ઝડપાઈ ગયો હતો. નાસી છુટેલા નિખિલને ઝડપી પાડવા રાજયભરમાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન, નિખિલને ભગાડવામાં જાપતામાં રહેલા પીએસઆઈ, એએસઆઈએ મહત્વની ભુમિકા ભજવી હોવાનું બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ગોંડલની સબ જેલમાં બેઠા બેઠા ગુનાખોરીને અંજામ આપતો ગેંગસ્ટર નિખિલ દોંગાની ગુજસીટોક હેઠળ ધરપકડ કરાયા બાદ ભુજની પાલારા ખાસ જેલમાં રાખવામાં આવ્યો હતો. ૨૬ માર્ચે મોઢાની સારવાર હેઠળ તેને ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતો દરમિયાન તે ધુળેટીની વહેલી સવારે ભુજની જનરલ હોસ્પીટલમાંથી નાસી છુટયો હતો. તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી પરંતુ તેનો કયાંયથી પણ પતો લાગ્યો ન હતો. દરમિયાન, હોસ્પીટલના સીસીટીવી ફુટેજમાં તે એક નંબર વગરની સ્વીફટ કારમાં નાસી છુટયો હોવાનું બહાર આવ્યુ હતુ. આ બનાવમાં ફરજમાં બેદરકારી બદલ પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવા પામી હતી.
તેવામાં આજે ગેંગસ્ટર નિખિલ દોંગાને ઉતરાખંડના નૈનિતાલથી ઝડપી પડાયો હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. નિખિલને ઝડપી પાડવા માટે કચ્છ ઉપરાંત રાજકોટ રૂરલ પોલીસે પણ ટીમો બનાવી હતી. પોલીસના સંયુકત ઓપરેશનમાં તે ઝડપાયો હતો. તેને વધુ તપાસ માટે ભુજ લવાશે. ચકચારી એવા કિસ્સામા અત્યાર સુધી તેની મદદગારી કરનાર ૪ પોલિસ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધી ધરપકડ થઈ છે. ત્યારે હવે નીખીલ પણ પોલિસના હાથે લાગી ગયો છે.ભુજની ખાસ પાલારા જેલમાં રહેલો આરોપી નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટયો હતો જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે .
તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું કે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.આરોપી નાસી જવાની સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે પોલીસેે સીસી ટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ બંને પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા. પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા તે દરમ્યાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી ૩ એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rDe9UE
0 Response to "ભુજની હોસ્પીટલમાંથી નાસી છુટયા બાદ નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયો"
Post a Comment