9મીએ ભાવનગર મહાપાલિકા અને શિક્ષણ સમિતિનુ બજેટ મંજુર કરાશે
- વિપક્ષ કોંગ્રેસના સભ્યો બજેટમાં તૂટી હશે ત્યાં સવાલ ઉઠાવશે, મોડે સુધી બેઠક ચાલે તેવી શકયતા, કોરોના મહામારીના પગલે પ્રથમવાર સાધારણ સભા સરદારનગર ખાતે ઓડીટોરીયમમાં મળશે
ભાવનગર મહાનગરપાલિકાની આગામી સાધારણ સભામાં મહાપાલિકા અને શિક્ષણ સમિતિના બજેટને મંજુરી આપવામાં આવશે. ભાજપ-કોંગ્રેસના સભ્યો બજેટની સમીક્ષા કરશે અને ત્યારબાદ જરૂરી સુધારા-વધારા કર્યા બાદ બજેટને મંજુરી આપવામાં આવશે. વિપક્ષ કોંગ્રેસના સભ્યો બજેટમાં તૂટી હશે ત્યાં સવાલ ઉઠાવશે. સાંજના સમયે બજેટ માટેની સામાન્ય સભા બોલાવવામાં આવી છે પરંતુ વિપક્ષના સભ્યો ચર્ચા વધુ કરશે તો બેઠક મોડે સુધી ચાલશે તેમ જણાય રહ્યુ છે. કોરોના મહામારીના પગલે પ્રથમવાર સાધારણ સભા મહાપાલિકાની બહાર એટલે કે સરદારનગર ખાતે ઓડીટોરીયમમાં મળશે.
શહેરના સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમમાં આગામી તા. ૯ માર્ચને શુક્રવારે સાંજના ૪ કલાકે મહાપાલિકાની સામાન્ય સભા મેયરના અધ્યક્ષ સ્થાને મળશે. સ્ટેન્ડીંગ કમિટિએ ભાવનગર મહાનગરપાલિકાનુ રૂ. ૪,પર૯ લાખ પૂરાંતવાળા બજેટને મંજુરી આપી છે, જયારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજીત રૂ. ૧૧૧,૭૯,૬૪ હજારના બજેટને મંજુરી આપી છે. આ બંને બજેટ અંગે સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના સભ્યો સમીક્ષા કરશે અને ત્યારબાદ કેટલાક જરૂરી સુધારા-વધારા સાથે બજેટ મંજુર કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમિટિમાં કમિશનર તરફથી ગત તા. ૧ ફેબ્રઆરી ર૦ર૧થી રજુ થયેલ ભાવનગર મહાનગરપાલિકાનુ સને. ર૦ર૧-રરનુ સુચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રૂ. ૪,પર૯ લાખ પૂરાંતવાળા બજેટને મંજુરે આપવામાં આવી હતી.
મહાપાલિકાની ઉઘડતી સીલક રૂ. ૧૬,૬૦પ લાખ અને આવક રૂ. ૮૭,૮૭૮ લાખ મળી કુલ ખર્ચ રૂ. ૯૯,૯પ૪ લાખ થાય છે. સામાન્ય કારભાર અને કરની વસુલાત રૂ. ૧૮,૧૪૮ લાખ, લોકોની સલામતી માટે રૂ. ૧૧૮૩ લાખ, લોકોની તંદુરસ્તી અને સગવડ માટે રૂ. ૧૬,ર૮૪ લાખ, પ્રાથમિક શિક્ષણ માટે રૂ. ૧૧,૩૬૮ લાખ, બસ ગેરેજ માટે ૧૬૪ લાખ, ગ્રાન્ટ તથા ફાળો રૂ. ૧૧ર લાખ, પરચુરણ રૂ. ર૯૩૬ લાખ મળી કુલ સામાન્ય ખર્ચ રૂ. પ૦,૧૯પ લાખ થાય છે. સામાન્ય કારભાર અને કરની વસુલાત રૂ. ૪પ,પ૮૯ લાખ, લોકોની સલામતી માટે રૂ. ર૮પ લાખ, લોકોની તંદુરસ્તી અને સગવડ માટે રૂ. ર૮૦ર લાખ, પ્રોજેટક માટે રૂ. ૩ર લાખ મળી કુલ કેપીટલ ખર્ચ રૂ. ૪૮,૭૦૮ લાખ થાય છે. અસાધારણ ખર્ચ રૂ. ૧૦પ૧ લાખ થાય છે.
મહાપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નાણાંકિય વર્ષ ર૦ર૧-રરનુ શાસનાધિકારી દ્વારા રજુ થયેલ અંદાજપત્રને જરૂરી સુધારા-વધારા સાથે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. શિક્ષણ સમિતિના અંદાજીત રૂ. ૧૧૧,૭૯,૬૪ હજારના બજેટનુ સ્ટેન્ડીંગમાં મંજુરી આપવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ ૮૦ ટકા મુજબ રૂ. ૮૪ર૦૦૦.૮૦ હજાર છે અને જાવક રૂ. ૧૧૧રપ૧૭.૦૦ હજાર છે. વિદ્યાસહાયક તથા લોન એડવાન્સીંસ અને એલટીસી વગેેરે ૧૦૦ ટકા સરકારી ખર્ચ રૂ. ૩ર૧ર૦.૦૦ હજાર છે, જયારે લોન એડવાન્સીંસ તેમજ એલટીસી વગેરે રૂ. ૩૧૦૦.૦૦ હજાર જાવક છે. ર૦ ટકા લેખે મહાપાલિકાના ફાળો રૂ. ર૧૦પ૦૦.ર૦ હજાર છે અને લોન એડવાન્સીન્સ મનપાની જાવક રૂ. ૧૦૦.૦૦ હજાર છે. ૧૦૦ ટકા લેખે મહાપાલિકાનો ફાળો રૂ. ૩૩૩૪૩.૦૦ હજાર છે, જયારે વિવિધલક્ષી હેડનો ખર્ચ રૂ. ૮રપ.૦૦ હજાર છે અને આઉટ સોર્સીંસથી સ્ટાફનો ખર્ચ રૂ. ૧૪રર.૦૦ હજાર છે. શિક્ષણ સમિતિના બજેટમાં આવક રૂ. ૧૧૧૭૯૬૪.૦૦ હજાર છે અને ખર્ચ રૂ. ૧૧૧૭૯૬૪.૦૦ હજાર છે. સ્ટેન્ડીંગ કમિટિએ બજેટમાં કેટલાક સુધારા કર્યા હતા ત્યારે હજુ સામાન્ય સભામાં પણ કેટલાક સુધારા વિપક્ષ કોંગ્રેસ કરાવશે તેમ જણાય રહ્યુ છે. સાંજના સમયે બજેટ બેઠક બોલાવવામાં આવી છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ લાંબી ચર્ચા કરશે તો સભા મોડે સુધી ચાલશે તેમ ચર્ચાય રહ્યુ છે. કોરોનાકાળ વચ્ચે સભા મળે છે તેની પણ જાગૃત નાગરીકોમાં ટીકા થઈ રહી હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OfkKXR
0 Response to "9મીએ ભાવનગર મહાપાલિકા અને શિક્ષણ સમિતિનુ બજેટ મંજુર કરાશે"
Post a Comment